આમચી મુંબઈમહારાષ્ટ્ર

પોલીસની નોકરી મળતા ઉજવણી શોકમાં ફેરવાઈ, ચાર મિત્રોના રોડ અકસ્માતમાં મૃત્યુ…

લાતુર (મહા): મંગળવારે વહેલી સવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં,મિત્રની રાજ્ય રિઝર્વ પોલીસ દળમાં પસંદગી થતા ઉજવણી કરીને પરત ફરી રહેલા યુવાનોની કાર એક ટ્રક સાથે અથડાતાં ચાર મિત્રો મૃત્યુ પામ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત અંબાજોગાઈ નજીકના વાઘાલા ખાતે થયો હતો.

આ પણ વાંચો : પાણીની મોટી પાઇપ ફાટવાથી બાંદ્રા, ખાર, સાંતાક્રુઝમાં પુરવઠો ખોરવાયો

એક અધિકારીએ જણાવ્યું હતું કે, કરેપુર ગામના રહેવાસી અઝીમ પશમિયા શેખ (૩૦)ની તાજેતરમાં એસઆરપીએફમાં પસંદગી કરવામાં આવી હતી, તે અને તેના પાંચ મિત્રો ઉજવણી માટે સોમવારે રાત્રે માંજરસુંભાની મુલાકાતે આવ્યા હતા. પરત ફરતી વખતે છત્રપતિ સંભાજીનગર-લાતુર રોડ પર તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.

બાલાજી શંકર માને (૨૭), દીપક દિલીપ સાવરે (૩૦) અને ફારુખ બાબુ મિયા શેખ (૩૦)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે હૃતિક હનુમંત ગાયકવાડ (૨૪)એ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. અઝીમ પશમીયા શેખ અને મુબારક સત્તાર શેખ (૨૮)ને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ અંબાજોગાઈની સ્વામી રામાનંદ તીર્થ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : ચાર કંધેતર પણ ન મળ્યા આ અભાગ્યા જીવોનેઃ પુણેમાં 11 મહિનામાં 236 લાવારિસ મૃતદેહ

આ સમાચાર મળતાં જ કરેપુર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીટીઆઈ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button