આમચી મુંબઈમહારાષ્ટ્ર

પાલઘરમાં ઘરમાં ઘૂસીને સગીરા પર બળાત્કાર: નરાધમની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લામાં ઘરમાં ઘૂસીને 12 વર્ષની સગીરા પર કથિત બળાત્કાર ગુજારવા બદલ પોલીસે રવિવારે 42 વર્ષના નરાધમની ધરપકડ કરી હતી.

આરોપીની ઓળખ રામા ગણપત ભોઇર તરીકે થઇ હોઇ તે તારાપુરનો રહેવાસી છે. તેણે શનિવારે બપોરે ગુનો આચર્યો હતો.
સગીરા શનિવારે બપોરે ઘરમાં એકલી હતી ત્યારે ભોઇર અંદર ઘૂસી આવ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બૂમાબૂમ કરતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

દરમિયાન સગીરાએ માતા-પિતાને બનાવની જાણ કરી હતી, જેને પગલે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ભોઇર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (બળાત્કાર) તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button