લંડન જેવી પોડ ટેક્સી મુંબઈમાંઃ એમએમઆરડીએએ લીધો મોટો નિર્ણય…

મુંબઈ: મુંબઈમાં ઔદ્યોગિક-વેપાર ક્ષેત્રના હબ ગણાતા બીકેસી(બાંદ્રા-કુર્લા કોમેક્લેક્સ)માં જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તેવા પોડ ટેક્સી પ્રોજેક્ટ આખરે પાટા પર ચઢી રહ્યો હોય તેવું જણાય છે. ક્રાંતિકારી ગણાતા પોડ ટેક્સી પ્રોજેક્ટનો ઇજારો સોંપવા માટે એમએમઆરડીએ(મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી) દ્વારા એજન્સીની નિયુક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : થાણેમાં મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ બતાવ્યો રસ…
ચીફ સેક્રેટરીની આગેવાનીમાં યોજાયેલી એમએમઆરડીએની 282મી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં પોડ ટેક્સી પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ડેવલપમેન્ટ, ક્ધસ્ટ્રક્શન, ટેસ્ટિંગ તેમ જ કમિશનિંગઅને ઓપરેશન અને મેઇનટેનન્સ માટે એમ.એસ.સાઇ ગ્રીન મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ આ એજન્સીની નિયુકિત કરવા પર મહોર મારવામાં આવી હતી.
સંપૂર્ણ પ્રોજેક્ટનો ઇજારો આ એજન્સીને આપવાનો નિર્ણય લેવાયો હોવાને પગલે બીકેસીમાં ઑટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે પોડ ટેક્સી પ્રોજેક્ટ તૈયાર થવાની દિશામાં પહેલું પગલું ભરાયું છે.
આ પણ વાંચો : નરીમન પોઈન્ટથી બાંદ્રા જવું બનશે સહેલું; કોસ્ટલ રોડની આ લાઈન ખુલ્લી મુકાશે
બીકેસીમાં પોડ ટેક્સી પ્રોજેક્ટની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે અને તેના કારણે આ વિસ્તારમાં જાહેર પરિવહન ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવશે. આ પ્રોજેક્ટના કારણે બીકેસીમાં ચોવીસ કલાક વાહનવ્યવહાર લોકોને મળી રહેશે અને તેનો ફાયદો બીકેસીમાં કામ કરતા ચારથી છ લાખ લોકોને થશે.
આ પણ વાંચો : થાણે-બોરીવલી ટ્વીન ટનલઃ રોજના 300 ટ્રક માટી ખોદશે, સ્થાનિકોને હાલાકીના એંધાણ
આ પ્રોજેક્ટ માટે નિમણૂંક કરાયેલી એજન્સીએ એમ.એસ.અલ્ટ્રા પીઆરટી આ કંપની સાથે પણ પાર્ટનરશીપ કરી છે. આ કંપની લંડનમાં હિથ્રો ઍરપોર્ટ ખાતે ચાલતી પોડ ટેક્સી સિસ્ટમને ટેક્નોલોજી પૂરી પાડવાનો અનુભવ ધરાવે છે અને બીકેસીના પોડ ટેક્સી પ્રોજેક્ટ માટે મદદરૂપ પુરવાર થશે.



