સગીરા સાથે લગ્ન કરવાથી બળાત્કારના આરોપમાંથી મુક્ત કરી શકાય નહીં: બૉમ્બે હાઇ કોર્ટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સગીરા સાથે લગ્ન કરવાથી બળાત્કારના આરોપમાંથી મુક્ત કરી શકાય નહીં: બૉમ્બે હાઇ કોર્ટ

મુંબઈ: બૉમ્બે હાઇ કોર્ટે બળાત્કાર કેસમાં ૨૯ વર્ષીય વ્યક્તિને પોક્સો કાયદા હેઠળના આરોપોમાંથી મુક્તિ આપવાનો ઇન્કાર કર્યો હતો અને નોંધ્યું હતું કે આરોપીએ સગીરા સાથે લગ્ન કર્યા અને તેમને એક બાળક પણ છે તેથી તેને બળાત્કારના કેસમાંથી મુક્ત કરી શકાય નહીં.

હાઇ કોર્ટની નાગપુર બેન્ચે ૨૬મી સપ્ટેમ્બરે આપેલા ચુકાદા દરમિયાન આરોપીએ ૧૭ વર્ષની સગીરા સાથે સંમતિથી સંબંધ બાંધવ્યો હતો અને તે ૧૮ વર્ષની થઇ ત્યારે તેની સાથે રજિસ્ટર્ડ મેરેજ પણ કર્યા હતા એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
પ્રોવિઝન ઓફ ધ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સચ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ સગીરોમાં અથવા તેમની વચ્ચે સંમતિથી થયેલા સંબંધોનો સ્વીકાર કરી શકાય નહીં. આ વર્ષે જુલાઇમાં અકોલા પોલીસે આરોપી સામે નોંધેલી એફઆઇઆર રદ કરવા માટે કરાયેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આરોપી અને તેના પરિવાર સામે ભારતીય ન્યાય સંહિતા, પોક્સ એક્ટ અને પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે આરોપીએ સગીરા ૧૭ વર્ષની હતી ત્યારે તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ તેની સાથે લગ્ન કર્યા હતા અને હવે તેમને મે મહિનામાં બાળક પણ થયું છે.

આરોપી દ્વારા સગીરાને ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનું જણાતા પીડિતાના પરિવારે આરોપી સામે કેસ નોંધાવ્યો હતો અને છૂટાછેડા લેવાની માગણી કરી હતી, પરંતુ ત્યાર બાદ સગીરાએ જ કોર્ટ સમક્ષ તેના પતિ-આરોપી સામે નોંધાવેલી એફઆઇઆર રદ કરવામાં તેને કોઇ વાંધો ન હોવાનું કહ્યું હતું.

(પીટીઆઇ)

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button