આમચી મુંબઈ

ટાટા કેન્સર હોસ્પિટલના તબીબોની નિવૃત્તિ વય વધારવા PMને કરી માંગ!

મુંબઈઃ ટાટા કેન્સર હોસ્પિટલ એક સ્વાયત્ત સંસ્થા છે અને તે કેન્દ્રના પરમાણુ ઉર્જા વિભાગ હેઠળ આવે છે. ફેબ્રુઆરી ૧૯૪૧માં, મુંબઈ ખાતે પરેલમાં સ્થપાયેલી ટાટા કેન્સર હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ, ટેકનિશિયન અને અન્ય કર્મચારીઓ સહિત લગભગ ત્રણ હજાર લોકો કામ કરી રહ્યા છે અને તે તમામની નિવૃત્તિની ઉંમર ૬૦ વર્ષ છે. આ હોસ્પિટલમાં વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે અને ૬૦ વર્ષની નિવૃત્તિ વય મર્યાદા અમારા માટે મોટા ફટકા સમાન છે, એમ અહીંના એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

Also Read: બજેટમાં કેન્સરની ત્રણ દવાઓ પર કસ્ટમ ડયુટી નાબૂદ કરવાની જાહેરાત

અગાઉ, ટાટા કેન્સર હોસ્પિટલના વિભાગના વડાને બે વર્ષ અને ડિરેક્ટરને નિવૃત્તિ પછી પાંચ વર્ષ માટે એક્સટેંશન મળતું હતું. જો કે, અણુ ઉર્જા વિભાગે નવા લાગુ કરાયેલા નિયમો અનુસાર માત્ર ૨૫ ટકા નિવૃત્તોને એક્સટેંશન મળે છે. આ વર્ષે ટાટા કેન્સર હોસ્પિટલમાંથી આઠ કાયમી નિષ્ણાત ડોક્ટરો નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમાંથી માત્ર બે ને જ નવા નિયમો મુજબ એક્સટેન્શન મળશે . સૂત્રોનું કહેવું છે કે આનાથી માત્ર નિવૃત્ત થનારા તબીબોને જ નહીં પરંતુ અહીં સારવાર માટે આવતા દર્દીઓને પણ અસર થશે.

દેશમાં કેન્દ્ર સરકાર હેઠળની તમામ હોસ્પિટલોમાં તબીબી શિક્ષકોની નિવૃત્તિ વય ૬૫ વર્ષ છે.ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ૬૭, ભારતના વિવિધ રાજ્યોમાં તબીબી શિક્ષકોની નિવૃત્તિ વય ૬૫ વર્ષ છે જ્યારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ કોલેજોમાં શિક્ષકોની નિવૃત્તિ વય ૬૪ વર્ષ છે. કેન્સરનું નિદાન અને સારવાર ખૂબ જ વિશિષ્ટ અને જટિલ છે. તેમાં નિપુણતા મેળવવા માટે ઘણા વર્ષોનો અભ્યાસ હોય છે.

Also Read: પેટનું કેન્સર થાય, ત્યારે શરીરમાં દેખાય છે આ 5 લક્ષણો, સામાન્ય માની અવગણના નહીં કરતા

આ રોગના નિદાનમાં વિશેષ કૌશલ્ય મેળવનાર નિષ્ણાત તબીબ વિભાગના વડાને નવા નિયમને કારણે નિવૃત્ત થવું પડશે. આ પૃષ્ઠભૂમિમાં, ટાટા હોસ્પિટલના કેટલાક ભૂતપૂર્વ ડૉક્ટરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગ કરી છે કે વિભાગના વડાઓ અને અન્ય વરિષ્ઠ ડૉક્ટરો કે જેઓ વફાદારી અને પ્રામાણિકતાથી કામ કરે છે તેમને મુંબઈ મ્યુનિસિપલ મેડિકલ કોલેજના શિક્ષકોની જેમ ઓછામાં ઓછા ૬૪ વર્ષ સુધી સેવા આપવા દેવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button