PM Narendra Modiએ આ રીતે વધારે Shivsenaના Sanjay Rautની મુશ્કેલી…
અહેમદનગરઃ હાલમાં લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024)નો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે અને આ બધા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત (Shivsena’s Spokesperson Sanjay Raut)ની મુશ્કેલીઓ વધારી છે. ઔરંગઝેબના જન્મસ્થળનું ઉદાહરણ આપતા રાઉતે વડા પ્રધાન મોદીને તુકારો આપ્યો હોવાને કારણે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અહેમદનગરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરાયો છે.
આ પણ વાંચો: Drugs: MP Sanjay Rautના આક્ષેપોનો શું જવાબ આપ્યો ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાને
અહેમદનગર લોકસભા મતદારસંઘમાંથી મહાવિકાસ આઘાડી તરફથી નિલેશ લંકેને ઉમેદવારી આપવામાં આવી છે. 8મી મેના રોજ અહેમદનગરના ક્લેરાબ્રુસ મેદાન પર સાંજે સંજય રાઉતની સભા યોજાઈ હતી અને આ સભામાં જ સંજય રાઉતે ઔરંગઝેબના જન્મસ્થળનો સંદર્ભ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.
સંજય રાઉતે પોતાના ભાષણમાં ઔરંગઝેબ અને પીએમ મોદીનો જન્મ એક જ ગામમાં થયો છે, એવો દાવો કર્યો હતો. એક ઔરંગઝેબને તો અમે મહારાષ્ટ્રમાં દફન કરી દીધો તો પીએમ મોદી કોણ છે? આ સમયે રાઉતે પીએમ મોદીને તુંકારો આપ્યો હતો. કોતવાલી પોલીસ સ્ટેશનમાં અતુલ કાઝળે નામના પોલીસે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Maharashtra: Sanjay Rautએ ફરી ફોડયો ફોટોબોમ્બ, આ વખતે શ્રીકાંત શિંદે નિશાના પર
આ ઉપરાંત એડ. મનોજ જયસ્વાલે પણ ઈલેક્શન કમિશન પાસે આ અંગેની ફરિયાદ કરી છે અને આ ફરિયાદની હવે નોંધ લેવામાં આવી રહી છે. આ ફરિયાદ અનુસાર ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન કમિશન દ્વારા સંજય રાઉત (Sanjay Raut) સામે કાર્યવાહી બાબતે અહેમદનગર કોતવાલી પોલીસને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, હવે સંજય રાઉત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
સંજય રાઉત સામે સમાજનમાં તાણ પેદા કરવાનો પ્રયાસ કરવા માટે આઈપીસીની ધારા 171 (સી), 506 અને લોકપ્રતિનિધિ અધિનિયમ કલમ 123 (3) અનુસાર ગુનો ગાખલ કરવામાં આવ્યો હવે. હવે આ ગુનો દાખલ કરાયા બાદ રાઉત સામે શું પગલાં લેવામાં આવે છે એ તરફ બધાની નજર છે.