મહા વિકાસ અઘાડીના દરેક જણ ડ્રાઈવરની સીટ માટે લડી રહ્યા છે પીએમ મોદી…
સોલાપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિપક્ષી મહા વિકાસ અઘાડી ગઠબંધનની અંદર સતત ઝઘડો ચાલી રહ્યો છે, જેમાં દરેક ડ્રાઇવર સીટ માટે લડે છે.
આ પણ વાંચો : રાવસાહેબ દાનવેએ કાર્યકરને લાત મારીને ફોટો ફ્રેમમાંથી બહાર કાઢ્યો કે બીજું કાંઈ, વીડિયો વાઈરલ
તમે બધા જોઈ રહ્યા છો કે કેવી રીતે અઘાડીમાં નાસભાગ મચી છે. મુખ્યપ્રધાન પદ માટે આઘાડીમાં રસ્સીખેંચ ચાલી રહી છે, એમ મોદીએ વિધાનસભા ચૂંટણી માટે સોલાપુરમાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, ‘એક પક્ષ આખો દિવસ તેના નેતાને મુખ્ય પ્રધાન જાહેર કરવામાં વ્યસ્ત રહે છે, જ્યારે અન્ય પક્ષો અને કોંગ્રેસ તેના દાવાને નકારવામાં વ્યસ્ત રહે છે.
તેમણે કહ્યું હતું કે, ‘જેમની સ્થિતિ ચૂંટણી પહેલા આવી છે, તેઓ ક્યારેય મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપી શકે નહીં.
‘દશકાઓ સુધી, કોંગ્રેસે દેશ પર શાસન કર્યું પરંતુ ઘણા મુદ્દાઓ વણઉકેલ્યા છોડી દીધા. તેઓ લોકોને વિવિધ સમસ્યાઓમાં વ્યસ્ત રાખતા હતા. આ તેમની લાક્ષણિક કાર્ય સંસ્કૃતિ બની ગઈ છે, એમ તેમણે કહ્યું હતું.
આ અભિગમના પરિણામે, મહારાષ્ટ્રના ખેડૂતો ઘણા વર્ષોથી સહન કરી રહ્યા છે, એમ મોદીએ જણાવ્યું હતું. આ પ્રદેશમાં, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સિંચાઈના મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલવામાં નિષ્ફળ ગયા. તેનાથી વિપરીત, અમે આ સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારા પ્રયાસોને કારણે આજે સોલાપુરના કેટલાક ગામોમાં પાણીનું સ્તર હવે વધી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે દાયકાઓથી વિલંબિત પ્રોજેક્ટ પૂરા કર્યા.
‘તમારો પ્રેમ અને આશીર્વાદ મારી ઉર્જાનો બારમાસી સ્ત્રોત છે,’ એમ તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રને મહાયુતિ સરકારની જરૂર છે અને માત્ર એક સ્થિર સરકાર જ રાજ્ય માટે લાંબા ગાળાની નીતિઓ બનાવી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની આ ત્રણ ડઝન બેઠકો પર બંને ગઠબંધન વચ્ચે રસપ્રદ જંગ, ગયા વખતે તફાવત 5000 થી ઓછો હતો…
મહિલાઓ માટેની મુખ્ય મંત્રી મારી લાડકી બહેન યોજના દરેકના હોઠ પર છે. તેને કારણે વિપક્ષની ઊંઘ ઉડી ગઈ છે, એમ મોદીએ કહ્યું હતું.