આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કેન્દ્રમાં મોદીની ગેરંટી અને ઉત્તર મુંબઈમાં પીયૂષ ગોયલની પાંચ મુદ્દાની ગેરંટી

મુંબઈ: લોકસભાની ચૂંટણીના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપેલી ગેરંટી વિશે સર્વત્ર ચર્ચા થઈ રહી છે, ત્યારે ભાજપ અને મહાયુતીના ઉમેદવાર પિયુષ ગોયલે આપેલી પાંચ મુદ્દાની ગેરંટી હાલમાં ઉત્તર મુંબઈના નાગરિકોમાં ચર્ચાનો વિષય બની રહી છે.

પીયૂષ ગોયલે તેમની નમો યાત્રા દરમિયાન કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ લોકોના જીવન સ્તરને ઉંચુ લાવવા માટે જીવનને સ્પર્શતા દરેક મુદ્દાને ધ્યાનમાં લઈને સમગ્ર દેશના નાગરિકોને ગેરંટી આપી છે. એ જ ધોરણે પર હું મારા ઉત્તર મુંબઈના નાગરિકોને પાંચ મુદ્દાની ગેરંટી પણ આપી રહ્યો છું.

પિયુષ ગોયલે કહ્યું હતું કે ઝૂંપડપટ્ટીનો વિકાસ અહીં મોટો મુદ્દો છે. આ પ્રથમ સૂત્ર છે. પરંતુ મારો ઉદ્દેશ્ય માત્ર ઝૂંપડપટ્ટીનો વિકાસ કરવાનો નથી પરંતુ એક સંપૂર્ણ પેકેજ આપીને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું જીવનધોરણ સુધારવાનો પણ છે. આ ઝૂંપડપટ્ટીઓનો પુન:વિકાસ કરવામાં આવશે અને રહેવાસીઓને તેઓ જ્યાં રહેતા હોય તે જ જગ્યાએ ફરીથી વસાવવામાં આવશે. પાણી પુરવઠો, નાગરી સુવિધાઓ, ઇંધણ પુરવઠા પર ભાર મૂકવામાં આવશે, જે જીવનધોરણ સુધારવા માટે જરૂરી છે. પંચ સૂત્ર ગેરંટીનો બીજો મુદ્દો સારી આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણ છે.

આ પણ વાંચો: રાજ્યસભામાં ગર્જ્યા મોદી: ‘જે કોંગ્રેસના નેતાઓની કોઇ ગેરંટી નથી તેઓ મોદીની ગેરંટી પર સવાલો ઉઠાવે છે’

આ માટે ઉત્તર મુંબઈમાં સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે અને અન્ય તબીબી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. ત્રીજો મુદ્દો રસ્તા, પ્રવાસન સ્થળોના વિકાસનો છે. બહેતર રસ્તા અને પરિવહન એ ચોથું સૂત્ર છે, એમ કહેતાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ઉત્તર મુંબઈ, મુંબઈ શહેરના છેલ્લા છેડા પૈકીનું એક છે.

અહીંના ટ્રાફિક તણાવને ઘટાડવા માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, અમે ઉપનગરીય રેલવેની મુસાફરીને વધુ આરામદાયક બનાવવાના પ્રયાસમાં એસી લોકલ સહિતની ઘણી સુવિધાઓ ઊભી કરી છે. મેટ્રો સેવા શરૂ થવાથી મુંબઈગરાને ફાયદો થઈ રહ્યો છે. પાંચમું પરિબળ સારી રેલ કનેક્ટિવિટી છે. ઉત્તર મુંબઈનો મોટા પાયે વિકાસ થવા જઈ રહ્યો હોવાથી આ શહેરને અન્ય ભાગો સાથે જોડતી રેલ્વે વ્યવસ્થા જરૂરી છે.

બોરીવલીને કોંકણ રેલ્વે સાથે જોડવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જ્યારે હાર્બર સેવાઓ બોરીવલી સુધી આવશે. આ પંચસૂત્રીના કારણે ઉત્તર મુંબઈનો વધુ વિકાસ થશે તેમાં કોઈ શંકા નથી. આ મારી ગેરંટી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button