મહિલા રોજગારને પ્રોત્સાહન આપવા ‘પિંક રિક્ષા’ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહિલા રોજગારને પ્રોત્સાહન આપવા ‘પિંક રિક્ષા’

મુંબઈ: મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરવા મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ મંગળવારે જાહેરાત કરી કે સુરક્ષિત મુસાફરી માટે રાજ્યના મહત્વના શહેરોમાં ‘પિંક રિક્ષા’ યોજના ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકમાં અદિતિ તટકરે જણાવ્યુ કે, આ યોજનાને પ્રાયોગિક ધોરણે મુંબઈ, નવી મુંબઈ, પનવેલ, છત્રપતિ સંભાજી નગર, નાસિક, પુણે, પિંપરી ચિંચવાડ, નાગપુર અને થાણેમાં શરૂ કરવાની યોજના છે.

અદિતિ તટકરેએ સૂચવ્યું હતું કે મહિલાઓને સેનેટરી પેડ્સ આપવા માટે સરકારના તમામ વિભાગો સાથે સંકલન કરીને જરૂરિયાતમંદ લાભાર્થીઓની પસંદગીના માપદંડોને ચકાસીને રાજ્યમાં પણ આ યોજનાનો સફળતાપૂર્વક અમલ થવો જોઈએ.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button