આમચી મુંબઈમહારાષ્ટ્ર

પવારે ખેડૂતોની આવક બમણી કરવાના મોદીના આશ્ર્વાસનની ટીકા કરી, આત્મહત્યા બમણી થઈ હોવાનો દાવો

સોલાપુર: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે રવિવારે ખેડૂતોની આવક બમણી કરવાના આશ્ર્વાસન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે ભાજપના શાસનમાં ખેડૂતોની આત્મહત્યાઓ બમણી થઈ છે.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બાર્શી શહેરમાં એક રેલીને સંબોધતા પવારે એવો દાવો કર્યો હતો કે ખેડૂતોને તેમની પેદાશોના પૂરતા ભાવ મળતા નથી અને તેઓ દેવામાં ડૂબી ગયા છે.

વડા પ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેના બદલે ખેડૂતોની આત્મહત્યા બમણી થઈ ગઈ છે, એમ તેમણે કહ્યું હતું.

એનસીપી (એસપી)ના વડાએ કહ્યું કે રાજ્યમાં સરકાર બદલીને ખેડૂતો, યુવાનો અને મહિલાઓના હિતોનું રક્ષણ કરતી સરકાર લાવવી એ સમયની જરૂરિયાત છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ, શરદ પવારે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી, શું છે તેનો અર્થ?

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોએ ખેડૂતોની મુશ્કેલીઓ ઘટાડવા અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા માટે તેમની શક્તિનો ઉપયોગ કર્યો નથી. તમે નોકરીના અભાવને કારણે યુવાનોને તકલીફમાં જોઈ શકો છો. અમારે સરકાર બદલવી પડશે, એમ ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાને જણાવ્યું હતું.

પવારે એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે ભાજપ તાજેતરની લોકસભા ચૂંટણીમાં ‘400 પાર’ના નારા છતાં 300 બેઠકો પણ જીતી શકી નહોતી.

આંધ્રપ્રદેશ અને બિહારના પક્ષોની મદદથી તેમણે સરકાર બનાવી છે. ખેડૂતો પરના દેવાના બોજને ઘટાડવા સમયની જરૂરિયાત છે, અને તેથી લોન માફ કરવી જોઈએ એમ તેમણે કહ્યું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓ કેન્દ્રીય કૃષિ પ્રધાન હતા ત્યારે ખેડૂતોની લોનમાફી કરવામાં આવી હતી. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button