આમચી મુંબઈ

મિલકત વિવાદને લઇ પતિએ કરી પત્નીની હત્યા

થાણે: થાણે જિલ્લામાં મિલકતના વિવાદને લઇ પચાસ વર્ષના પતિએ તેની પત્નીની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઉલ્હાસનગરમાં રહેતા આરોપી આનંદ તુલસીરામ સૂર્યવંશીએ 9 મેની રાતે તેની પત્ની સુરેખા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.

સુરેખાના પુત્રે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની માતાએ તેમના ઘરની માલિકી તેના કાકાને સોંપવા સામે વિરોધ કર્યો હતો. આ બાબતને લઇ સુરેખા અને આનંદ વચ્ચે વિવાદ થયો હતો અને આનંદે સુરેખાની હત્યા કરી હતી.

આ પણ વાંચો: દારૂ માટે શાકભાજીવાળાનીદીકરીની હત્યા: પાંચની ધરપકડ

સુરેખાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપી આનંદની શોધ આદરી હતી.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button