Alert: વરસાદના બ્રેક પછી હવે રાજ્યમાં આ કેસમાં વધારો

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસમાં મુંબઈ સહિત રાજ્યના દરેક ભાગમાં જોરદાર વરસાદ પડ્યો છે. તેથી વરસાદી બીમારીના દર્દીઓમાં વધારો થયો છે જેમાં મુખ્યત્વે સ્વાઇન ફ્લૂ અને ગેસ્ટ્રોના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે.
વાઇરલ ઇન્ફેકશનને કારણે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ દ્વારા દૂષિત પાણી પેટમાં જવાને કારણે ગેસ્ટ્રોના દર્દીઓમાં વધારો થયો છે. આવી પરિસ્થિતિમાં પણ પાલિકાના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે.
સ્વાઇન ફ્લૂના લક્ષણોમાં તાવ, શરદી-ઉધરસ જેવી તકલીફ હોય છે ત્યારે તેની તપાસ કરવામાં આવે છે. ઘણી વખતે સ્વાઇન ફ્લૂ જ હોવાનું માનીને તેની દવા કરવામાં આવે છે. પાલિકા દ્વારા દર અઠવાડિયે આ દર્દીઓના આંકડા જાહેર કરતી હોય છે. વરસાદમાં પાણી ભરાવાને કારણે દૂષિત પાણી પીવામાં આવતું હોય છે જેને કારણે ગેસ્ટ્રોની બીમારી થતી હોય છે.
ચોમાસુ બેસવાની સાથે જ વાતાવરણમાં મોટા ફેરફાર થતા હોય છે. આ મોસમમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. આવામાં ખુલ્લામાં રાખવામાં આવેલા ખાદ્યપદાર્થ ખાવાનું ટાળવું જોઇએ, પાણી ઉકાળીને પીવું જોઇએ વગેરે સાવચેતી રાખવાનું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.