આમચી મુંબઈમહારાષ્ટ્ર

સીટ વહેંચણી મુદ્દે મહારાષ્ટ્રમાં પેચ ફસાયા?: ભુજબળને જવાબ આપ્યો ફડણવીસે

મુંબઈ: અજિત પવાર જૂથ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપી)ના નેતા છગન ભુજબળ દ્વારા શિવસેના શિંદે જૂથ જેટલી સીટ મળશે તેટલી જ સીટ એનસીપીને મળવી જોઈએ એવું નિવેદન આપવામાં આવ્યું હતું. ભુજબળના નિવેદનને લઈને હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દરેક પક્ષને પોતાની સીટ માગવાનો અધિકાર છે. હાલમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા ચાલી રહી છે, જેમાં દરેકનું સન્માન રાખવામાં આવશે. અમુક નિર્ણયો અમારી ઉપર છોડી દો અને સમય આવે તમને લોકોને દરેક બાબત જણાવવામાં આવશે અને હવે અમને કામ કરવા દો.

મહારાષ્ટ્રમાં ભાજપ, એનસીપી અને શિવસેના વચ્ચે સીટની વહેંચણીને લઈને ખેંચાખેંચી ચાલી રહી છે. જોકે આજે અજિત પવાર દિલ્હી જવા રવાના થયા હતા. અજિત પવારની આ બેઠક બાદ શું મહાયુતિ ગઠબંધન વચ્ચે સીટ વહેંચણીનો ઉકેલ આવશે એ બાબતે ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું હતું કે શિવસેના શિંદે જૂથ અને એનસીપીના વિધાનસભ્યોની સંખ્યા લગભગ સરખી છે, જેથી સીટની વહેંચણી પણ સમાન થવી જોઈએ.

ભાજપને 32, શિવસેનાને 12 અને એનસીપીને ચાર સીટ આપવાના નિર્ણયનો ભુજબળે વિરોધ કર્યો હતો. 2019માં ભાજપ અને શિવસેનાના ગઠબંધન સામે અમે ચૂંટણી લડી હતી જથી દરેકને સન્માન મળવું જોઈએ. જોકે મહાયુતિ ગઠબંધન વચ્ચે સીટની વહેંચણીને લઈને ચાલી રહેલા મતભેદને લીધે ભાજપ તેનું ‘400 પાર’નું સપનું કઈ રીતે પૂર્ણ કરશે એ બાબતે ચર્ચા થઈ રહી છે. ભાજપ 2019માં 25 સીટથી ચૂંટણીમાં લડી હતી, જેમાં ભાજપે 23 સીટ પર વિજય મેળવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button