આમચી મુંબઈ

મેટ્રો-૩ના જેવીએલઆર સ્ટેશન સુધી પહોંચવામાં પ્રવાસીઓને પડી શકે આ મુશ્કેલી?

મુંબઈ: અંડરગ્રાઉન્ડ મેટ્રો-૩ આગામી રવિવારથી શરૂ થવાની શક્યતા છે, પરંતુ લોકો માટે આરે જેવીએલઆર પ્રથમ સ્ટેશન સુધી પહોંચવું મુશ્કેલ થવાનું છે. જોગેશ્વરી-લિંક રોડ (જેવીએલઆર) માર્ગ પર પહેલાથી વાહનોની સતત અવરજવર હોય છે અને ત્યાંની ફૂટપાથ પણ ચાલવા લાયક રહી નથી.

મેટ્રો-૩નું આરે જેવીએલઆર સ્ટેશન જોગેશ્વરીથી વિક્રોલી અથવા પવઇ તરફ જતી વખતે ડાબી બાજુએ આવે છે. સ્ટેશનના અંદાજે પચાસ મીટરના અંતરે અદાણી ઇલેક્ટ્રિસિટી બસ સ્ટોપ છે. જોગેશ્વરીથી બસમાં આવ્યા બાદ આરે જેવીએલઆર સ્ટેશને જવું હોય તો આ પચાસ મીટરનું અતર પગપાળા જવાનું હોય છે, પણ અહીંની ફૂટપાથ પર એટલો કચરો છે કે ત્યાંથી ચાલીને જવું બહુ જ મુશ્કેલ છે.

રસ્તા પરથી ચાલીને સ્ટેશન પાસે જવું હોય તો જોગેશ્વરી દિશા તરફ જનારા વાહનો નડે છે. આ સિવાય આ લાઇન શરૂ કરવા માટે બેસાડવામાં આવેલા બેરિકેડ્સ પણ અડચણ ઊભી કરે છે. આ બેરિકેડ્સનો મોટો ભાગ રસ્તા પર આવ્યો હોવાને કારણે રાહદારીઓને ત્યાંથી ચાલીને જવાનું હોય છે. વાહનોની સતત અવરજવરને કારણે ત્યાંથી ચાલીને જવું મુશ્કેલ હોય છે.
પવઇ તરફથી આવીએ તો આ સ્ટેશન જમણી બાજુ છે. અદાણી ઇલેક્ટ્રિસિટી બસ સ્ટોપ પરથી આ સ્ટેશન પર ચાલીને જવાય છે, પરંતુ તેની માટે રસ્તો ઓળંગવો પડે છે, પરંતુ અત્યાર સુધી ત્યાં કોઇ ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવ્યો નથી. તેથી પ્રવાસીઓને પવઇથી જોગેશ્વરી તથા જોગેશ્વરીથી પવઇ એમ બન્ને દિશામાં પૂરપાટવેગે આવતા વાહનોનો સામનો કરવો પડશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત