
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધુને વધુ પર્યાવરણપૂરક મૂર્તિની સ્થાપના થાય તે માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મૂર્તિકારોને પ્રોત્સાહન આપવા માટે પાલિકા દ્વારા અત્યાર સુધી મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટી મફતમાં આપવામાં આવી છે. તો પર્યાવરણપૂરક મૂર્તિ બનાવનારા ૯૯૩ મૂર્તિકારોેને તાત્પૂરતા મંડપ ઊભા કરવા માટે પાલિકાએ વિનામૂલ્ય જગ્યા પર ઉપલબ્ધ કરી આપી છે.
આપણ વાંચો: પર્યાવરણપૂરક ગણેશોત્સવની ઊજવણી: સુધરાઈએ ૫,૭૭,૦૦૦ કિલો શાઢુ માટી આપી મફતમાં, માટી માટે ૭૦૦થી વધુ અરજી
મુંબઈ હાઈ કોર્ટે આગામી વર્ષ સુધી માટે પ્લાસ્ટર ઓફ પેરિસની છ ફૂટથી ઊંચી મૂર્તિઓના વિસર્જન નૈસર્ગિક સ્રોત એટલે કે દરિયામાં કરવા માટે મંજૂરી આપી દીધી છે, છતાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં પર્યાવરણપૂરક ગણેશોત્સવની ઊજવણી પર ભાર આપવામાં આવી રહ્યો છે, તે માટે પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે શાડુ માટીની મૂર્તિની સ્થાપના પર ભાર આપવામાં આવ્યો છે. મૂર્તિકારોને પ્રોત્સાહન આપવા માટે મફત માટીની સાથે મંડપ પણ મફતમાં આપવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૪માં ૨૦૨૦ કરતા વધુ મૂૂર્તિકારોને ૫૦૦ ટન જેટલી માટી મફત આપવામાં આવી હતી. તેની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ ૨૦૨૫માંથી પર્યાવરણપૂરક મૂર્તિઓ ઘડવા માટે મૂર્તિકારોએ મોટા પ્રમાણમાં શાડુ માટીની માગણી કરી હતી. ૨૫ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં ૯૧૦ ટન ૨૩૫ કિલો જેટલી મફત માટી આપવામાં આવી છે. સૌથી વધુ શાડુ માટી કે-પૂર્વ (અંધેરી પૂર્વ)માં ૯૬ ટન ૬૧૫ કિલો આપવામાં આવી હતી.