અંધેરીમાં ઘરનો ભાગ તૂટી પડ્યો: કોઈ જખમી નહીં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અંધેરીમાં ઘરનો ભાગ તૂટી પડ્યો: કોઈ જખમી નહીં

મુંબઈ: મુંબઈના અંધેરી પૂર્વ વિસ્તારની એકમાળની ઈમારતનો કેટલોક હિસ્સો શનિવારે સવારે તૂટી પડ્યો હતો જોકે આમાં કોઈ જખમી થયું નથી એમ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું.

ઘરમાલિક શશિકાંત શાહના જણાવ્યા મુજબ ભારે વરસાદને પગલે રાતના બે વાગ્યે મકાનનો હિસ્સો તૂટી પડ્યો ત્યારે તેમાં 12 લોકો સુતા હતા. સદ્નસીબે કોઈ જખમી થયું નથી. અહીં અનેક ઘરો અત્યંત જર્જરિત હાલતમાં છે, એમ પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અહીંની ચાલીઓ 1960માં બાંધવામાં આવી હતી અને પાલિકાના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, એમ પણ શાહે કહ્યું હતું.

Back to top button