આમચી મુંબઈ

મુંબઈના એન્ટોપ હિલમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, 2 મહિલાઓના મોત

મુંબઇઃ મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં શુક્રવારે ત્રણ માળના મકાનની દીવાલ ધરાશાયી થતાં બે મહિલાઓના મોત થયા હતા, એમ પાલિકાના અધિકારીએ મા હિતી આપી હતી.

અકસ્માત બાદ દિવાલનો એક ભાગ આંશિક રીતે ધરાશાયી થયો હતો અને કેટલોક ભાગ જોખમી રીતે લટકતો હતો. અકસ્માત બાદ શોભાદેવી મૌર્ય (45) અને ઝાકીરુનિસા શેખ (50) નામની બે મહિલાઓને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.

અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જેમાં બેથી ત્રણ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

ઘાયલોને સાયનની એલટીએમજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના પંજાબ ગલીમાં રાત્રે 9:25 વાગ્યે બની હતી અને સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. બીજા અને ત્રીજા માળની દિવાલનો એક ભાગ અને ઉપરના ત્રણ માળના ઝૂંપડાનો એક ભાગ આંશિક રીતે તૂટી પડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button