થાણેમાં કેફે શોપમાં ભીષણ આગ: ૩૫ને બચાવ્યા...

થાણેમાં કેફે શોપમાં ભીષણ આગ: ૩૫ને બચાવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: થાણે (પશ્ચિમ)માં વહેલી સવારે ગ્રાઉન્ડ પ્લસ છ માળની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલા એક કેફે શોપમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે ઉપરના માળા પર રહેતા ૩૫ રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

થાણેના ખારેગાવમાં પારસિક નગરમાં આવેલી ચંદ્રભાગા પાર્ક નામની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ૧,૦૦૦ સ્કવેર ફૂટના ગાળામાં પારસિક કૅફે આવેલું છે. ગુરુવારે વહેલી સવારના ૪.૫૮ વાગે કેફેમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

વહેલી સવારનો સમય હોવાથી ઉપરના માળાના રહેવાસીઓ ભર ઊંઘમાં હતા. ફાયરબિગ્રેડે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. એ સાથે જ ચંદ્રભાગા પાર્કની બી-વિંગમાં ઉપરના માળા પર રહેતા ૩૫થી વધુ રહેવાસીઓને સુરક્ષાની દૃષ્ટિએ બહાર કાઢવામાં આવ્યા હતા.

આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગમાં કૅફેમાં રહેલી ખુરશી, ટેબલ, ફ્રીજ, કબાટ સહિતનું સામાન બળીને ખાખ થઈ ગયું હતું. સવારના લગભગ ૬.૨૫ વાગે આગ બુઝાવી દેવામાં સફળતા મળી હતી, પણ કુલિંગ ઓપરેશન મોેડે સુધી ચાલ્યું હતું.

આ પણ વાંચો…આ જાણીતા કોમેડિયનના કેફે પર એક મહિનામાં થઈ બીજી વખત ફાઈરિંગ, વીડિયો થયો વાઈરલ…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button