પારસી ધર્મમાં મૃતદેહોને ગીધ માટે છોડી દેવાની પ્રથા કેમ છે? જાણો દોખ્મેનાશિની વિષે
મુંબઈ: ભારતના ટાટા ગ્રુપના પૂર્વ ચેરપર્સન રતન ટાટાનું ગત રાત્રે 86 વર્ષની વયે નિધન (Ratan Tata Passed away) થયું છે, જેને કારણે દેશભરમાં શોકની લાગણી છે. રતન ટાટાના પાર્થિવ દેહને સાંજે 4 વાગ્યે મુંબઈના વર્લીમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં રાખવામાં આવશે. અહીં લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે, ત્યારબાદ અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
| Also Read: Ratan Tataના નિધનથી સિમી ગરેવાલે લખી ઈમોશનલ પોસ્ટ
વિવધ ધર્મમાં મૃતદેહની અંતિમવિધિ માટે અલગ અલગ પ્રથાઓ છે, હિંદ,બૌધ, જૈન ધર્મમાં મૃત દેહને અગ્નિદાહ આપવાની પ્રથા છે, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં મૃત દેહને દફનાવવાની પ્રથા છે, કોઈ ધર્મમાં મૃતદેહને પાણીમાં વહાવી દેવાની પણ પ્રથાઓ છે. જયારે પારસી ધર્મમાં મૃતદેહની જુદા જ પ્રકારે અંતિમવિધિ કરવાની પરંપરા છે, મૃતદેહને ગીધનો ખોરાક બનવા માટે છોડી દેવામાં આવે છે.
પારસી લોકો માને છે કે માનવ શરીર કુદરત દ્વારા આપવામાં આવેલી ભેટ છે, મૃત્યુ પછી દેહ પ્રકૃતિમાં પાછો ભળી જવો જોઈએ. સમગ્ર વિશ્વમાં પારસીઓ આવી જ રીતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે. પારસી ધર્મમાં મૃતદેહોને જ્યાં છોડી દેવામાં આવે છે તેને ‘ટાવર ઓફ સાયલન્સ’(Tower of Silence)માં કહેવામાં આવે છે.
પારસી સમુદાયમાં આ પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવે છે, તેને ‘દખ્મા’ પણ કહેવામાં આવે છે. આ પ્રથાને ‘આકાશ દફન’ પણ કેહવામાં આવે છે. જો કે, પારસીઓની નવી પેઢી હવે આ પ્રકારે અંતિમ સંસ્કાર પર વધુ ભાર મૂકતી નથી. રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર પારસીઓએ બનાવેલા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
| Also Read: Ratan Tataએ કંપનીને કઈ રીતે પહોંચાડી 4 થી 400 બિલિયન ડોલર સુધી? સંઘર્ષભરી સફર!
પારસીઓ મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સમાં કેમ છોડી દે છે?
પારસીઓ મૃતદેહને બાળવા, દાટવા કે વહાવાને બદલે ગીધને ખાવા માટે ‘ટાવર ઓફ સાયલન્સ’માં છોડી દે છે, જ્યારે ગીધ મૃતદેહોનું માંસ ખાય છે, ત્યારે બાકીના હાડકાંને ખાડામાં દફનાવી દેવામાં આવે છે. અંતિમ સંસ્કારની આ પરંપરાને ‘દોખ્મેનાશિની’ અથવા ‘દખ્મા’ કહેવામાં આવે છે. પારસી ધર્મમાં માનવામાં આવે છે મૃતદેહને સળગાવવા અથવા દફનાવવાથી પ્રકૃતિ પ્રદૂષિત થાય છે. પારસી ધર્મમાં પૃથ્વી, પાણી અને અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આથી આ મૃતદેહો ત્રણેયમાંથી એકેયને સોંપવામાં આવતા નથી.
પારસી સમુદાયમાં, મૃત્યુ પછી પણ કોઈપણ શરીર કામમાં આવે એ પુણ્ય માનવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સમાં મૃતદેહને રાખ્યા બાદ ચાર દિવસ સુધી મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે, જેને અરંધ કહેવામાં આવે છે.
ગીધની ઘટતી વસ્તીને કારણે અંતિમ સંસ્કારની પ્રથામાં ફેરફાર:
ગીધની ઘટતી જતી સંખ્યાને કારણે પારસી સમુદાયે પણ મૃતદેહોના અગ્નિસંસ્કારની પદ્ધતિ બદલવી પડી છે. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા પછી, પારસીઓ દ્વારા બનાવવામાં આવેલા ઇલેક્ટ્રિક સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનાર જહાંગીર પંડોલના મૃતદેહને દક્ષિણ મુંબઈના ડુંગરવાડીના ‘ટાવર ઓફ સાયલન્સ’માં મુકવામાં આવ્યો હતો કારણ કે તેના પરિવારે અંતિમ સંસ્કાર માટે પરંપરાગત રીત-રિવાજોને પ્રાધાન્ય આપ્યું હતું.
| Also Read: Ratan Tataના અંતિમ સંસ્કારમાં શામેલ થશે અમિત શાહ; જયશંકરે કહ્યું ‘એક યુગનો અંત’
ગીધ થોડી કલાકોમાં શરીરમાંથી માંસ સાફ કરે છે અને હાડકા છોડે છે, હવે ગીધની સંખ્યા જુજ જ રહેતા કાગડા અને સમડી જેવા પક્ષીઓ માંસ ખાય છે, પરંતુ આ પક્ષીઓ ગીધ કેટલા પ્રમાણમાં માસ ખાઈ શકતા નથી. આથી માંસ સાફ થતા મહિનાઓ લાગે છે અને તેમાંથી દુર્ગંધ આવે છે. આ કારણે હવે આ પ્રથા હવે પારસી સમુદાયમાં પ્રચલિત નથી.