Ratan Tataએ કંપનીને કઈ રીતે પહોંચાડી 4 થી 400 બિલિયન ડોલર સુધી? સંઘર્ષભરી સફર!
Tata ગ્રુપની આજની સ્થિતિને જોઈને ભલે જાહોજહાલીની દેખાઈ આવે પરંતુ ટાટા ગ્રુપની સાથે રતન ટાટાની સફર પડકારો વિનાની ન હતી. આજે ટાટા ગ્રુપની આવક ભલે 165 બિલિયન ડોલર હોય પરંતુ, જ્યારે રતન ટાટાએ 1991માં ચાર્જ સંભાળ્યો ત્યારે તેનું વાર્ષિક ટર્નઓવર માત્ર 4 બિલિયન ડોલરનું હતું. રતન ટાટાએ ગ્રૂપને 100 બિલિયન ડૉલર સુધી પહોંચાડ્યા બાદ જ આ પદ છોડ્યું. ટાટા ગ્રૂપ આટલી ઊંચાઈએ પહોંચનાર પ્રથમ ભારતીય ગ્રુપ બન્યું હતું. રતન ટાટા 1962માં ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં આસિસ્ટન્ટ તરીકે ગ્રુપમાં જોડાયા હતા, પરંતુ તેમણે માર્ચ 1991માં જ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે ગ્રુપમાં જૂના લોકોનું વર્ચસ્વ હતું.
જ્યારે રતન ટાટાએ ગ્રુપનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારતના આર્થિક ઉદારીકરણનો યુગ શરૂ થયો હતો. લાયસન્સ રાજના અંત પછી ખુલ્લી સ્પર્ધાના બજારના ઉદભવ સહિત, તકો અને ખતરાઓ બંને વચ્ચે તેણે આ ક્ષણનો લાભ લીધો.
એક ખાનગી અખબારના અહેવાલ અનુસાર ટાટા ગૃપ સિમેન્ટ, કાપડ, સૌંદર્ય પ્રસાધનો અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ખરાબ પ્રદર્શન ધરાવતા ક્ષેત્રોને વેચવાની યોજના ધરાવે છે. જ્યારે સોફ્ટવેર અને સ્ટીલ જેવા હાલના વ્યવસાયોને બેગણા કરીને વધારવા માંગે છે. જ્યારે ટેલિકોમ, પેસેન્જર કાર, વીમા, ફાઇનાન્સ, રિટેલ અને એવિએશન જેવા નવા ક્ષેત્રોમાં પ્રવેશવાના નિર્ણયો લીધા. તેણે કમિન્સ, AIA અને સ્ટારબક્સ જેવા આંતરરાષ્ટ્રીય દિગ્ગજો જૂથો સાથે ભાગીદારી કરી છે જેથી ગ્રુપને ઓટોમોટિવ એન્જિન બનાવીને વીમાને વ્યાપક બનાવવા અને કારગિલથી કોચી સુધી કોફીને પહોંચાડી શકાય.
રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રુપે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેના કારોબારને વિસ્તાર્યો છે. તેઓએ ઘણી વૈશ્વિક કંપનીઓ હસ્તગત કરી છે. કોરસ સ્ટીલને (2007) ટાટા સ્ટીલને હસ્તગત કરી હતી અને તે વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદકોમાંની એક બની.
જગુઆર અને લેન્ડ રોવરને (2008) ટાટા મોટર્સે હસ્તગત કરી, જેનાથી તે વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઊભરી આવી. રતન ટાટાના કાર્યકાળમાં જ ટાટા નેનો લોન્ચ કરવામાં આવી હતી, જે વિશ્વની સૌથી સસ્તી કાર તરીકે જાણીતી છે. ચા અને કોફી ઉદ્યોગમાં પ્રવેશ ટાટાએ બ્રિટનની પ્રતિષ્ઠિત ટેટલી ટી અને અમેરિકાની એઈટ ઓક્લોક કોફીને હસ્તગત કરી, જેનાથી ટાટા ગ્લોબલ બેવરેજિસનો વિકાસ થયો.
પડકારોની રહી છે રતન ટાટાની સફર:
ગ્રુપની સાથે જ રતન ટાટાની સફર પડકારો વિનાની ન હતી. નેવુંના દાયકાના અંતમાં ટાટા કન્ઝ્યુમર મુશ્કેલીમાં મુકાઈ ગયું જ્યારે ઉલ્ફા આતંકવાદીઓએ ફંડિંગ માટે તેના ચાના બગીચાઓને નિશાન બનાવ્યા હતા. જેના કારણે કંપનીમાં ઉથલ-પાથલ મચી ગઈ હતી. આ સિવાય 1998માં ઈન્ડિકા કાર લોન્ચ થવાને કારણે ટાટા મોટર્સને નાણાકીય વર્ષ 2000માં 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આનાથી શેરધારકો નારાજ થઈ ગયા હતા અને ટાટાએ ચેરમેન પદેથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી.
Also Read –