આમચી મુંબઈ

પનવેલમાં ગૂડ્સ ટ્રેન પાટા પરથી ઉતરીઃ મુંબઈ-ગોવા ટ્રેન વ્યવહાર પર અસર

મુંબઈ: હાર્બર લાઈનમાં આજે પનવેલ રેલવે સ્ટેશન નજીક બપોરે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે વ્યસ્ત મુંબઈ-ગોવા રૂટ પર રેલ સેવાઓ પ્રભાવિત થઇ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું .

પનવેલ રેલવે સ્ટેશન નજીક એક ક્રોસિંગ પોઈન્ટ પર બપોરે 12.28 વાગ્યે આ ઘટના બની હતી. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) જતી માલગાડીની એક ટ્રોલી પ્લેટફોર્મ નંબર પાંચ પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ કલાક પછી ટ્રેન વ્યવહાર શરુ થયો હતો, પરંતુ એને કારણે લાંબા અંતરની ટ્રેનસેવા પર અસર થઈ હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ઓડીશાના બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઉતરીને થાંભલા સાથે અથડાઈ…

આ ઘટનાના કારણે મુંબઈ-ગોવા અને મુંબઈ-પનવેલ-કર્જત રૂટ પર ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. પનવેલ રેલ્વે સ્ટેશન મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી લગભગ 50 કિમી દૂર આવેલું છે.
પીટીઆઈ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button