આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહિલા સુરક્ષા માટે રાજ્યમાં ‘પંચ શક્તિ’

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે પુણે જિલ્લાના બારામતીમાં મહિલાઓ અને બાળકો સહિત લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પાંચ-સ્તરીય પંચ શક્તિ પહેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેણે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે તાજેતરમાં જ બારામતીની એક કોલેજમાં 12મા ધોરણના વિદ્યાર્થીની બે સગીરોએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના સોમવારે પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચો: ‘લાડકી બહેન’ માટે પૂરતી નાણાકીય જોગવાઈ: અજિત પવાર

પંચ શક્તિ પહેલ વિશે વાત કરતા એનસીપીના વડાએ ગુરુવારે કહ્યું હતું કે શાળા, કોલેજો, વ્યાપારી સંસ્થાઓ, બેંકો, સરકારી કચેરીઓ અને કોચિંગ સેન્ટરો જેવા વિવિધ સ્થળોએ એક શક્તિ બોક્સ લગાવવામાં આવશે. આ એક ફરિયાદ બોક્સ હશે. આના દ્વારા ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ તેમની સાથે બનતી છેડતી, પીછો અને ઉત્પીડન જેવી ઘટનાઓ વિશે કોઈપણ ડર વગર માહિતી આપી શકશે.

આ પહેલ હેઠળનું બીજું પગલું એ છે કે ‘વન કોલ, પ્રોબ્લેમ સોલ્વ્ડ’ ટેગલાઈન સાથે હેલ્પલાઈન નંબર શરૂ કરવો. આ હેલ્પલાઇન અથવા શક્તિ નંબર શરૂ કરવાની જાહેરાત કરતા નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ પહેલના ત્રીજા પગલાના ભાગરૂપે પોલીસ સ્ટેશન સ્તરે એક શક્તિ સેલની સ્થાપના કરવામાં આવશે.

આ પણ વાંચો: કાનૂની કાર્યવાહી માટે ‘સગીર’ વય મર્યાદા 14 વર્ષ કરવી જોઈએ: અજિત પવાર કેન્દ્ર સરકારને પત્ર લખશે

મહિલાઓની ફરિયાદના નિકાલ માટે આ શક્તિ ખંડમાં બે મહિલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. પંચ શક્તિ પહેલનું ચોથું કદમ ‘શક્તિ નજર’ હશે. આ અંતર્ગત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવતી વાંધાજનક પોસ્ટ પર નજર રાખવામાં આવશે. આ સાથે ઓનલાઈન હેરેસમેન્ટ રોકવાના પ્રયાસો કરવામાં આવશે. આ સાથે પાંચમા અને અંતિમ પગલા તરીકે આ પહેલમાં શક્તિ ભેંટ કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમ પહેલેથી જ ચાલી રહ્યો છે. આ અંતર્ગત, પહેલ સાથે સંકળાયેલા કાર્યકરો વિવિધ શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓની મુલાકાત લઈને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button