પાલિકાના અધિકારીના સ્વાંગમાં બિલ્ડર પાસે રૂપિયા વસૂલ્યા

થાણે: પાલિકાના અધિકારીના સ્વાંગમાં દિવાના બિલ્ડરને ‘અનધિકૃત બાંધકામ’ બદલ કાર્યવાહી કરવાની ધમકી આપીને તેની પાસેથી રૂપિયા વસૂલવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદ અનુસાર આરોપીઓએ પોતાની ઓળખ થાણે પાલિકા અને લોકાયુક્તના અધિકારી તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે બિલ્ડરનો પ્રોજેક્ટ અનધિકૃત છે.
આ પણ વાંચો: બિલ્ડરને સસ્તામાં જમીન અપાવવાની લાલચ આપી ગઠીયાએ આટલા કરોડનો ચૂનો લગાવ્યો
બિલ્ડર વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની ધમકી અને તેની બિલ્ડિંગને તોડી પાડવાની ધમકી આપીને આરોપીઓએ આઠ લાખ રૂપિયાની માગણી કરી હતી.
બિલ્ડરે આરોપીઓને 20 હજાર રૂપિયા ચૂકવ્યા હતા અને બાદમાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બિલ્ડરની ફરિયાદને આધારે પ્રશાંત કદમ, ઉદય બનસોડે અને અમિત પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ ફરાર હોઇ તેમની શોધ ચલાવાઇ રહી છે. (પીટીઆઇ)