આમચી મુંબઈ

લગ્નને બહાને યુવતીને ત્રણ લાખ રૂપિયામાં ‘વેચી’: બે એજન્ટ સહિત ચાર વિરુદ્ધ ગુનો

યોગેશ સી પટેલ

પાલઘર: પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં બનેલી ચોંકાવનારી ઘટનામાં લગ્નને બહાને 20 વર્ષની યુવતીને ત્રણ લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. બાદમાં યુવતીને સખત ત્રાસ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ થતાં પોલીસે કથિત પતિ-સાસુ સહિત બે એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર મે, 2024માં કાતકરી સમાજની યુવતીનાં લગ્ન બળજબરીથી નાશિકમાં રહેતા યુવાન સાથે કરાવાયાં હતાં. આ માટે યુવાન અને તેની માતાએ મધ્યસ્થી બનેલા બે એજન્ટને ત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પતિના કુટુંબ દ્વારા યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. એ સિવાય વારંવાર જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. પોતે ગર્ભવતી હતી ત્યારે પણ પતિ દ્વારા મારપીટ કરીને તેને ભૂખી રાખવામાં આવતી હતી, એવો આક્ષેપ યુવતીએ કર્યો હતો.

યુવતીએ પુત્રને જન્મ આપ્યા પછી જૂન, 2025માં માતાના ઘરે પાછી ફરી હતી. 6 જાન્યુઆરીએ પતિ બાળકને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગેની માહિતી મળતાં પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી.

આ પ્રકરણે વાડા પોલીસે યુવતીના પતિ અને સાસુ તેમ જ બે એજન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો તેમ જ એટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું ઈન્સ્પેક્ટર દત્તાત્રય બાજીરાવ ક્ધિદ્રેએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button