આમચી મુંબઈ
પાલઘરમાં મહિલા પર બળાત્કાર: કોન્સ્ટેબલની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લામાં મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપસર 40 વર્ષના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પાલઘર ગ્રામીણ પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર કાસા પોલીસ સ્ટેશનમાં ગયા સપ્તાહે આ ઘટના બની હતી.
એક કેસ સંદર્ભે મહિલા પોતાનું નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગઇ હતી, ત્યારે પોલીસ કોન્સ્ટેબલે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ પણ વાંચો : મહિલા કોન્સ્ટેબલની સગીર પુત્રીએ જીવન ટૂંકાવ્યું: આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ સંબંધીની ધરપકડ
આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો અને રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કાસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)



