પાલઘરની મહિલાને પોલીસ રેઇડનો ડર બતાવી 17 લાખની મતા પડાવી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાલઘરની મહિલાને પોલીસ રેઇડનો ડર બતાવી 17 લાખની મતા પડાવી

પાલઘર: પાલઘર જિલ્લામાં 39 વર્ષની મહિલાને પોલીસ રેઇડનો ડર બતાવીને સોનાના દાગીના, મોબાઇલ સહિત 17 લાખ રૂપિયાની મતા પડાવનારા બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈમાં દાખલ એક કેસ સંદર્ભમાં મહિલાના પતિને હાલ નવી મુંબઈની તળોજા જેલમાં રાખવામાં આવ્યો છે. તેના બે પરિચિતે વિરારમાં રહેતી મહિલાને મદદ કરવાને બહાને તેનો સંપર્ક સાધ્યો હતો. મીરા રોડમાં રહેતા આરોપીઓએ મહિલાને એવું કહીને ડરાવી હતી કે તેના ઘરમાં પોલીસ ક્યારે પણ રેઇડ પાડી શકે છે.

આ પણ વાંચો: પુણે પાર્ટી પર રેઇડના વીડિયો પોલીસે લીક નથી કર્યા: પોલીસ કમિશનર

વિરાર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા એક મહિનામાં આરોપીઓએ મહિલાની કીમતી મતા સુરક્ષિત રાખવાની આડમાં તેની પાસેથી સોનાના દાગીના, બે મોબાઇલ અને કાર સહ 17.03 લાખ રૂપિયાની મતા પડાવી હતી. મહિલા પાસેથી તેના એડીએમ કાડર્સ પણ લઇ લેવામાં આવ્યાં હતાં.

મહિલાની ફરિયાદને આધારે વિરાર પોલીસે બે આરોપી વિરુદ્ધ રવિવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button