આમચી મુંબઈ

સુશાસનમાં પાલઘર પોલીસ અવ્વલ…

પાલઘર: પ્રશાસન દ્વારા ચલાવાયેલી 100 દિવસની શાસન સુધારણા ઝુંબેશ હેઠળ પાલઘર પોલીસે ટોચનો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. પોલીસની અખબારી યાદી મુજબ સાતમી જાન્યુઆરીથી શરૂ થયેલી આ ઝુંબેશના ભાગ રૂપે 50 દિવસની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પાલઘરે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઝુંબેશ 16 એપ્રિલે પૂર્ણ થશે.

Also read : કૅન્સરના ઉપચાર માટેના રિસર્ચને બહાને મહિલાએ નવ કરોડ રૂપિયા પડાવ્યા

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પાલઘરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસપી) બાળાસાહેબ પાટીલને પ્રશસ્તિપત્ર આપ્યો હતો અને પાલઘર પોલીસ વિભાગ દ્વારા નોંધપાત્ર નેતૃત્વ તેમ જ સંચાલકીય ઉત્કૃષ્ટતાને બિરદાવી હતી.

સાત મુદ્દાના આ કાર્યક્રમને આધારે આકલન કરવામાં આવ્યું હતું, જેમાં સુધારિત વેબસાઈટ ઈન્ટરફેસ, સાયબર-સેફ પાલઘર ડ્રાઈવ, સ્વચ્છતા ઝુંબેશ, ફરિયાદનું નિવારણ કરવાની યંત્રણા, ઈ-ઑફિસ સિસ્ટમ અને એઆઈ ઈન્ટિગ્રેશન તેમ જ અન્ય પાસાઓનો સમાવેશ થતો હતો.

Also read : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: LBT વિભાગો બંધ કરવાનો રાજ્યની તમામ પાલિકાઓને આદેશ…

મુખ્ય પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે આ ઝુંબેશને જે ગતિ પ્રાપ્ત થઈ છે તે લોકોની સેવા અને કાયદાનો અમલ કરવામાં મદદરૂપ થશે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button