પાલઘરમાં હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા: મહિલા, તેનો લિવઇન પાર્ટનર વાપીથી પકડાયાં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાલઘરમાં હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા: મહિલા, તેનો લિવઇન પાર્ટનર વાપીથી પકડાયાં

મુંબઈ: પાલઘર જિલ્લામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવા બદલ મહિલા અને તેના લિવઇન પાર્ટનરની તારાપુર પોલીસે વાપીથી ધરપકડ કરી હતી. આરોપી મહિલા અને યુવક વચ્ચે પ્રેમસંબંધ સંબંધ હોવાની શંકાને લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

તારાપુર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ રેખા દુર્ગાદાસ વૈષ્ણવ અને તેના લિવઇન પાર્ટનર સુરેન્દર ચંદ્રસિંહ તરીકે થઇ હતી. અદાલતે આરોપીઓને પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: નગ્ન કર્યા બાદ ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા: દોઢ વર્ષે મુખ્ય આરોપી પકડાયો

પોલીસના જણાવ્યા અનુસાર પાલઘર જિલ્લાના પરનાળી તાલુકામાં બાલાજી બિલ્ડિંગમાં નંબર-2 ખાતે આવેલા ફ્લેટમાં 3 સપ્ટેમ્બરે હરિશ સુખડિયા (30) નામના યુવકની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ઉપરોક્ત ફ્લેટમાં રહેતી રેખા વૈષ્ણવ અને સુરેન્દર ચંદ્રસિંહ આ ઘટના બાદ ફરાર હોવાથી પોલીસે બંને વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

બંને આરોપી રાજસ્થાનના વતની હોવાથી પોલીસ ટીમે તેમની શોધમાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશ ગઇ હતી. દરમિયાન આરોપીઓ ગુજરાતના વાપીમાં છુપાયાં હોવાની માહિતી મળતાં પોલીસે તેમને વાપીથી તાબામાં લીધાં હતાં.

આ પણ વાંચો: સુરત મર્ડર કેસમાં મોટો ખુલાસો: એક તમાચાનો બદલો લેવા 60 ઘા ઝીંકી હત્યા કરી, મુખ્ય આરોપીની ધરપકડ

તારાપુર પોલીસ સ્ટેશનના એપીઆઇ નિવાસ કણસેએ જણાવ્યું હતું કે આરોપી રેખા અન સુરેન્દર 2014થી લિવઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. સુરેન્દર આઇસક્રીમનો સ્ટોલ ચલાવતો હતો અન મૃતક હરિશ સુખડિયા પાણીની બોટલ સપ્લાય કરતો હોવાથી બંને એકબીજાને ઓળખતા હતા. હરિશ અવારનવાર સુરેન્દરને મળવા માટે તેના ભાડાના ફ્લેટમાં આવતો હતો, જેને કારણે સુરેન્દરને શંકા હતી કે હરિશ અને રેખા વચ્ચે પ્રેમસંબંધ છે. આથી સુરેન્દરે રેખા સાથે મળીને હરિશનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button