ડોંબિવલીનો 20 કરોડનો પલાવા પુલ એક જ દિવસમાં 'ખસ્તાહાલ': કોણ જવાબદાર? | મુંબઈ સમાચાર

ડોંબિવલીનો 20 કરોડનો પલાવા પુલ એક જ દિવસમાં ‘ખસ્તાહાલ’: કોણ જવાબદાર?

મુંબઈઃ થાણે જિલ્લામાં ડોંબિવલીમાં નવા બંધાયેલા પલાવા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ ઉદ્ઘાટનના એક દિવસ પછી જ રસ્તાની ખરાબ હાલત દર્શાવતા ચોંકાવનારા દ્રશ્યો વાયરલ થયા બાદ તેની કામગીરી અને રસ્તા માટે ઉપયોગ કરવામાં આવેલા મટિરિયલ્સ અંગે લોકોએ ટીકા થઈ રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલી પોસ્ટ મુજબ આ પુલ 20 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જેને ગુસ્સે ભરાયેલા નાગરિકો “દયનીય નિષ્ફળતા” કહી રહ્યા છે.

આપણ વાંચો: બેલાસિસ ફ્લાયઓવર વર્ષના અંતે, સાયનનો પુલ મે, ૨૦૨૬ સુધીમાં ખુલ્લા મુકાશે…

એક્સ પર ઈન્ડિયનજેમ્સ દ્વારા પોસ્ટ કરાયેલા વાયરલ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે તેમાં નવા ખુલેલા પુલ પર તૂટેલા પેચ, ખાડા અને અસમાન રસ્તાઓ જોવા મળ્યા છે. એની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે મુંબઈ નજીક ₹ 20 કરોડના ખર્ચે બંધાયેલા પલાવા બ્રિજનું ઉદ્ઘાટન એક દિવસ પહેલા જ થયું હતું, જેની દયનીય હાલત જુઓ. હા, એક દિવસ પહેલા જ. ભારત વિશ્વનું સૌથી ભ્રષ્ટ રાષ્ટ્ર છે.

આ વીડિયો વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. વીડિયોમાં પુલના ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત ભાગ પર વાહનો પસાર થતા જોવા મળે છે. ક્લિપમાં તિરાડો અને ખાડાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે અને બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આવો જ બીજો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. થાણેમાં હોરાઇઝન સ્કૂલની સામે, કાસરવડાવલી નજીક રસ્તાની ખરાબ હાલત દર્શાવતો એક વીડિયો સોમવારે એક સામાજિક કાર્યકર્તા દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: કલેક્ટરે ઈન્દ્રાયણી નદીના પુલને ખતરનાક જાહેર કર્યો હતો, સ્થાનિકોએ ચેતવણીનાં બોર્ડ પણ લગાવ્યા હતા: ફડણવીસ

પોસ્ટમાં યુઝરે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ની ટીકા કરતા કટાક્ષમાં લખ્યું હતું કે @TMC એ કાગળના રસ્તાઓની શોધ કરી છે.” ટિપ્પણીમાં રસ્તાની સપાટી કાગળ જેવી નાજુક હોવાનો ઉલ્લેખ કર્યો છે, જે સરળતાથી નુકસાન પામે છે. યુઝરે કરદાતાઓના પૈસા વેડફાઈ રહ્યા છે તેના પર નિરાશા વ્યક્ત કરી અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

વીડિયોમાં ખાડા પાસે રસ્તાના તૂટેલા ભાગો દેખાય છે. રસ્તાના ટુકડા પાતળા ચાદર જેવા દેખાય છે, જે બાંધકામની ખરાબ ગુણવત્તા દર્શાવે છે. યુઝરે નબળા બાંધકામ તરફ ઈશારો કરતા એમ પણ લખ્યું કે, “આ ટેકનોલોજી ભારતની બહાર ક્યાંય ન જવી જોઈએ.”

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આનો જવાબ આપતા કહ્યું કે તમારી ચિંતાની નોંધ લેવામાં આવી છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે.” આ વીડિયોએ જિલ્લામાં રસ્તાની ખરાબ રીતે જાળવણી કરવામાં આવી રહી હોવાનું લોકોએ જણાવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button