આમચી મુંબઈમહારાષ્ટ્ર
મહાયુતીની સંયુક્ત કાર્યકર્તા બેઠક 14 જાન્યુઆરીએ
લોકસભાની ચૂંટણીની તૈયારીની રૂપરેખા ઘડી કાઢવા માટે બેઠકનું આયોજન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની તૈયારીના ભાગરૂપે રાજ્યમાં સત્તાધારી મહાયુતી ગઠબંધનની સંયુક્ત કાર્યકર્તા બેઠકનું આયોજન 14 જાન્યુઆરીએ કરવામાં આવ્યું છે, એવી માહિતી ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે આપી હતી.
મહાયુતી ગઠબંધનમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ), એનસીપી (અજિત પવાર જૂથ) અને ભાજપનો સમાવેશ થાય છે. બાવનકુળેએ રાજ્ય કારોબારીની બેઠકને સંબોધતાં ઉપરોક્ત માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં 14 જાન્યુઆરીએ ત્રણેય પાર્ટીના કાર્યકર્તાઓ આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંયુક્ત કાર્યકર્તા બેઠકો કરશે. ઉત્તર પ્રદેશની 80 બેઠક બાદ લોકસભાની સૌથી વધુ બેઠકો મહારાષ્ટ્રમાં (48) છે.