આમચી મુંબઈ

ઓરેન્જ ગેટ – મરીન ડ્રાઇવ ડબલ ટનલનું કામ આવતીકાલથી શરુ, જાણો શું થશે ફાયદો?

મુંબઈ: ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ ડબલ ટનલ પ્રોજેક્ટનું કામ આખરે બુધવાર (આવતીકાલ)થી શરૂ થશે. ટનલ બનાવવા માટે પ્રથમ ટનલ બોરિંગ મશીન (TBM) ઓરેન્જ ગેટ ખાતે લોન્ચિંગ શાફ્ટથી ઉતારવામાં આવશે.

ચેમ્બુર અને સીએસએમટી વચ્ચે ઝડપી મુસાફરી માટે એમએમઆરડીએ દ્વારા બનાવવામાં આવેલ 16.8 કિમી લાંબો ઇસ્ટર્ન ફ્રીવે 2013માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઇસ્ટર્ન ફ્રીવેને કારણે ચેમ્બુર અને સીએસએમટી વચ્ચેનું અંતર 20થી 25 મિનિટમાં કાપી શકાય છે.

જોકે, ચેમ્બુરથી સીએસએમટી ઝડપથી પહોંચ્યા પછી મરીન ડ્રાઇવ અને ચર્ચગેટ તરફ જતા વાહનોને ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને MMRDAએ ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઇવ વચ્ચે ડબલ ટનલ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 9.2 કિમી લાંબી આ ડબલ ટનલનો ખર્ચ 9158 કરોડ રૂપિયા થવાની ધારણા છે.

આ પણ વાંચો: ઓરેન્જ ગેટ – મરીન ડ્રાઇવ ડબલ ટનલનું કામ ઝડપી બનાવો: દેવેન્દ્ર ફડણવીસ

આ ટનલને કોસ્ટલ રોડ સાથે પણ જોડવામાં આવશે. જેથી પશ્ચિમ ઉપનગરો તરફ જવાનું સરળ બનશે. આ ટનલનું કામ MMRDA દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બે TBM મશીનોનો ઉપયોગ કરીને ટનલ બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ એલ. એન્ડ ટી. ને આપવામાં આવ્યો છે. મુંબઈ કોસ્ટલ રોડના ટનલકામ માટે L&T દ્વારા ઉપયોગમાં લેવાતા માવલા TBMનો ઉપયોગ આ પ્રોજેક્ટના ટનલકામ માટે પણ કરવામાં આવશે. આ TBMમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. બીજા TBMનું બાંધકામ જાપાનમાં ચાલી રહ્યું છે, તેથી તેને આવતા સમય લાગશે. એક વાર બીજું TBM આવી જશે, પછી બીજી બાજુ ટનલિંગનું કામ શરુ થશે.

આ પણ વાંચો: થાણે-બોરીવલી ટ્વીન ટનલ: દોઢ કલાકનો પ્રવાસ હવે માત્ર 15 મિનિટમાં, જાણો પ્રોજેક્ટનું મહત્ત્વ?

એમએમઆરડીએ સપ્ટેમ્બરમાં પ્રથમ ટીબીએમ સાથે ટનલકામ શરૂ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કેટલાક કારણોસર આમાં વિલંબ થયો હતો. પરંતુ હવે આનું મુહૂર્ત આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 11 વાગ્યે ઓરેન્જ ગેટ લોન્ચિંગ શાફ્ટ ખાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે TBMને ભૂગર્ભમાં લોન્ચ કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button