મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ વિરોધી ગઠબંધન દ્વારા મુખ્યમંત્રીની ચા પાર્ટીનો બહિષ્કાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહા વિકાસ અઘાડી એટલે કે વિપક્ષી ગઠબંધને બુધવારે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી પરંપરાગત ‘ટી પાર્ટી’નો બહિષ્કાર કર્યો હતો અને સરકાર પર જનતાના પ્રશ્ર્નોને સંબોધવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો :રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ વિસ્તરણ?
કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર અને શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવે સહિત વિપક્ષી નેતાઓ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી. દરેક વિધાન સભા સત્ર પહેલા આયોજિત કરવામાં આવતી પરંપરાગત ચા પાર્ટીનું આયોજન બુધવારે કરવામાં આવ્યું હતું. આ ટી પાર્ટી માટે વિપક્ષના સભ્યોને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુંબઈમાં 27 જૂનથી 12 જુલાઈ સુધી યોજાઈ રહેલા સત્ર દરમિયાન રાજ્ય સરકાર 28 જૂને વિધાનસભાના બંને ગૃહોમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.