ઉદ્ધવને ફરી ઝટકોઃ કલ્યાણન તમામ પદાધિકારીઓ હવેથી શિંદેસેનામાં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઉદ્ધવને ફરી ઝટકોઃ કલ્યાણન તમામ પદાધિકારીઓ હવેથી શિંદેસેનામાં

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો એકનાથ શિંદેએ આપ્યો છે. કલ્યાણના એક બે નહીં પરંતુ તમામ પદાધિકારીઓએ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવાનો નિર્ણય લીધો છે. વિધાનસભ્ય વિશ્વનાથ ભોઈરની ઉપસ્થિતિમાં પક્ષના પદાધિકારીઓ અને નેતાઓ મોટી સંખ્યામાં એકનાથ શિંદેજૂથમાં શામિલ થયા છે.

ભોઈરે જણાવ્યું હતું કે કલ્યાણમાં ઠાકરેજૂથના નેતાઓ એકનાથ શિંદે અને તેમના પુત્ર શ્રીકાંત શિંદેની કાર્યશૈલીથી પ્રભાવિત છે અને મોટાભાગના નેતાઓએ એકનાથ જૂથમાં જોડાવાની તૈયારી બતાવતા તેમનો પક્ષમાં પ્રવેસ થયો છે.
એકનાથ શિંદે ઑપરેશન ટાયગર હેઠળ ઉદ્ધવ ઠાકરેજૂથના નેતાઓને પોતાના પક્ષમાં કરી રહ્યા છે.

અગાઉ 18 જૂને કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંત દાદા પાટીલની પુત્રવધૂએ ભાજપ જોઈન કરી કૉંગ્રેસને ઝટકો આપ્યો હતો. કહેવાય છે કે જયશ્રી પાટીલનાં ભાજપ પ્રવેશ બાદ પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપનું જોર વધશે.

આ પણ વાંચો…ગઠબંધનનો નિર્ણય લેશે ફક્ત ઉદ્ધવ અને રાજ: સંજય રાઉત

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button