વિક્રોલીમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતાં એકનું મોત

મુંબઈ: વિક્રોલીના પાર્કસાઇટ વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે ઝૂંપડામાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતાં 45 વર્ષના શખસનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
અગ્નિશમન દળના અધિકારીના જણાવ્યા અનુસાર વિક્રોલી પૂર્વમાં પાર્કસાઇટ સ્થિત સંજય ગાંધી નગરમાં શ્રીરામ સોસાયટી ખાતે ઝૂંપડામાં શનિવારે રાતે 9.35 વાગ્યે સિલિન્ડર ફાટ્યા બાદ આગ લાગી હતી, જેમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઘરવખરી તથા અન્ય સામાન સળગી ગયો હતો.
આ પણ વાંચો: મુંબઈમાં સિલિન્ડર ફાટતા લાગેલી આગમાં 2 ઘાયલ, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ
દરમિયાન આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે એ પહેલા સ્થાનિકોએ બાલદીઓથી પાણી નાખીને આગ બુઝાવી દીધી હતી અને વીજપુરવઠો બંધ કરી દીધો હતો.
આ પણ વાંચો: Kashmir Special: કુપવાડા જેલમાં મોટી હોનારત, સિલિન્ડર વિસ્ફોટમાં 9 કેદી દાઝ્યાં
આગમાં ધનંજય મિશ્રા (46) 99 ટકા, જ્યારે રાધેશ્યામ પાંડે (45) 92 ટકા દાઝી ગયો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં રાધેશ્યામનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.