આમચી મુંબઈ

મુંબઇગરા આનંદો: બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાની કામગીરીનો પ્રારંભ

મુંબઇ: અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંદ્રા-કુર્લા પરિસર (બીકેસી) મેદાનમાં બીકેસી સ્ટેશનની કામગીરી આખરે શરુ થઇ ગઇ છે. રસ્તાની સપાટીથી લગભગ 32 મીટર અંદર ખોદકામ કરી આ સ્ટેશન ઊભૂ કરવામાં આવશે.

નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ) બાંદ્રા-કુર્લા પરિસરમાં 4.7 હેક્ટર જમીન બાંધકામ માટે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે.


જમીની ટેક્નીકલ ડીટેલ અને માટીના પરિક્ષણનું કામ પૂર્ણ થયું છે. બોટમ અપ પદ્ધત્તિ અપનાવી આ સ્ટેશનનું બાંધકામ કરવામાં આવનાર છે. જમીનની સપાટીથી ખોદકામ કરી તરત જ તેના કોંક્રીટીકરણનું કામ હાથ ધરવામાં આવશે. આ સ્ટેશન માટે 32 મીટર સુધી અંદરની તરફ ખોદકામ કરવા માટે 18 લાખ ઘનમીટર માટી કાઢવાની યોજના બનાવવામાં આવી છે એમ એનએચઆરસીએલના સિનિયર ઓફિસરે જણાવ્યું હતું.

જમીનની નીચેનું કામ સુરક્ષિત રીતે કરવાની સાથે માટી પડવાની ઘટના રોકવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 17 થી 21 મીટર ઉંડાણમાં કુલ 3 હજાર 382 સેકંટ પાઇલ બેસાડવામાં આવ્યા છે. દરેક 2.5 થી 3.5 મીટરના અંતરમાં એકર અને વોલર્સને કારણે સેકંટ પાઇલને વધુ મજબૂતી મળશે.


હાલમાં 559 મજૂરો અને કર્મચારીઓ રાત દિવસ કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટમાં આગામી દિવસોમાં રોજ 6 હજાર મજૂરોની જરુર પડશે.

પ્રથમ તબક્કા (સી 1)- બાંદ્રા-કુર્લા પરિસરમાં આવેલ મુંબઇ બુલેટ ટ્રેન સ્ટેશનનો અહેવાલ અને સબવે સ્ટેશન-ટર્મીનસની 4.85 હેક્ટર જગ્યામાં નિર્માણ કાર્ય હાથ ધરાશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,680.97 કરોડ છે અને કામ શરુ થયાના 54 મહિનામાં તે પૂર્ણ કરવામાં આવનાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button