મુંબઈમાં ઓલા-ઉબર ડ્રાઈવર્સની હડતાળનો ત્રીજો દિવસ; મુસાફરોની હાલાકી વધી

મુંબઈ: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી એપ-બેઝ્ડ કેબ અને ફૂડ ડિલેવરી સર્વિસ ખોરવાઈ ગઈ છે, કેમ કે ઓલા, ઉબેર, ઝોમેટો, સ્વિગી અને અન્ય એગ્રીગેટર કંપનીઓ સાથે કામ કરતા ડ્રાઇવરો અને ગીગ વર્કર્સની હડતાળ આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. ફેર શેરમાં વધારો અને સારી વર્કિંગ કંડીશનર સહીત વિવિધ માંગણીઓ સાથે હડતાળ આજે ગુરુવારે વધુ ઉગ્ર બની છે. આ સર્વિસ બંધ થતાં હજારો લોકોને તકલીફ સહન કરવી પડી રહી છે.
ઓલા અને ઉબર જેવી કેબ સર્વિસ બંધ થઇ જતાં, શહેરનાં હજારો મુસાફરો પરેશાન થયા હતાં. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR), ઉપરાંત પુણે, નાગપુર અને મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ હડતાલ પાડવામાં આવી છે. ગીગ વર્કર્સ રસ્તા પર વિરોધ પ્રર્દર્શન કરી રહ્યા છે. કેટલીક જગ્યાઓએ પ્રદર્શનકારીઓએ મુસાફરોને કેબ અને ઓટોમાંથી નીચે ઉતરવાની ફરજ પાડી હતી.
આ પણ વાંચો: કેબ કંપનીઓ માટે સરકારે નવા નિયમની કરી જાહેરાતઃ પીક અવરમાં લઈ શકશે ડબલ ભાડું
સરકાર સામે માંગણી:
કામદારોએ સરકારને કંપનીઓ સમક્ષ મુખ્ય પાંચ માંગણીઓ મૂકી છે, જેમાં મળતા ભાડાનું રેશનલાઈઝેશન, મીટરવાળી કેબમાં થાય એટલું ભાડું, બાઇક ટેક્સીઓ પર પ્રતિબંધ, કેબ અને ઓટો પરમિટ પર મર્યાદા, કેબ અને ટેક્સી ડ્રાઇવરો માટે વેલ્ફેર બોર્ડને સક્રિય કરવું, અને મહારાષ્ટ્ર ગિગ વર્કર્સ એક્ટનો અમલ કરવા જેવી માંગણીઓ સમાવેશ થાય છે.
હડતાળમાં સામેલ થનારા ડ્રાઇવરોએ જણાવ્યું કે કંપનીઓ દ્વારા વસુલવામાં આવતા ઊંચા કમિશનને કારણે તેમની આવક ખુબ ઘટી રહી છે અને તમને ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે.
મહારાષ્ટ્ર ગિગ વર્ક્સ મંચના આગેવાનના જણાવ્યા મુજબ બુધવારે લગભગ 90% એપ-બેઝ્ડ કેબ બંધ રહી હતી. આ હડતાલનો હેતુ ગિગ વર્કર્સ માટે ભાડામાં વધારો અને ન્યાયી નિયમો લાવવા માટે સરકાર પર દબાણ કરવાનો છે.
આ પણ વાંચો: ઓલા ડ્રાઈવર્સને મોટી રાહતઃ આ નિર્ણયથી મહેનતની પૂરી કમાણી આવશે ખિસ્સામાં…
પરિવહન પ્રધાન સાતેહ બેઠક:
મહારાષ્ટ્ર ગિગ વર્ક્સ મંચના કેટલાક આગેવાનોએ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક સાથે બેઠક કરી હતી, પરંતુ પ્રશ્નોનો ઉકેલ ન આવતા હડતાલ ચાલુ રહી છે. એશોસિએશનના જણાવ્યા મુજબ અમે સ્પષ્ટ ખાતરી આપવા આવી ન હતી, માટે આ આંદોલન ચાલુ રાખવામાં આવશે.
બીજી તરફ પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે તેમણે ડ્રાઇવરોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. હડતાળ હજુ પણ કેમ ચાલુ રાખી છે મને સમજાઈ રહ્યું નથી. વાતચીત પછી પણ હડતાલ ચાલુ રાખવા સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
મુસાફરોને હાલાકી:
આ હડતાળને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે, વધુ માંગને કારણે ઓફ લાઈન કેબ અને રિક્ષાના ભાડામાં ખુબ વધારો થયો છે.
મુંબઈ એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટીએ X પર ટ્રાવેલ એડવાઇઝરી પોસ્ટ કરી છે. પોસ્ટમાં મુસાફરોને પરિવહનની વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને એ મુજબ તેમની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરી કરવામાં આવી છે.