શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ, નોંધાઈ FIR
નવી મુંબઇઃ નવી મુંબઇની પોલીસે એનસીપીના પ્રમુખ શરદ પવાર, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહા વિકાસ અઘાડીના અન્ય સભ્ય માટે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
સીબીડી બેલાપુર સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે, પણ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. આ ફરિયાદ નવી મુંબઇમાં રહેતી એક મહિલાએ નોંધાવી હતી.
એફઆઇઆરને ટાંકતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, 26 ડિસે્બરે તેને શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સુપ્રિયા સુળે, રોહિત પવાર અને આદિત્ય ઠાકરે સહિતના મહા વિકાસ અઘાડીના નેતાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મળી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ સંબંધિત કલમો હેઠળ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.