ઓબીસી અનામત સાથે ચૂંટણી: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ઓબીસી અનામત અંગેના આ ચુકાદાના બે અર્થ થાય છે | મુંબઈ સમાચાર

ઓબીસી અનામત સાથે ચૂંટણી: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ઓબીસી અનામત અંગેના આ ચુકાદાના બે અર્થ થાય છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઓબીસી આરક્ષણ સાથે ચૂંટણીઓ કરવાની દિશામાં એક મોટા ચુકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે આ ચુકાદાના બે અર્થ થાય છે. મહારાષ્ટ્ર સરકારની બંને માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે છેલ્લા 7 વર્ષથી ચૂંટણીની રાહ જોઈ રહેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અંગે સોમવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એક અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટે નવી વોર્ડ રચના સાથે ચૂંટણીઓ યોજવાનો આદેશ આપ્યો છે.

આપણ વાંચો: કોંગ્રેસની નીતિઓને લીધે અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીમાં નથી એસસી, એસટી, ઓબીસી આરક્ષણ : અમિત શાહ

સુપ્રીમ કોર્ટે રાજ્યમાં નવી વોર્ડ રચના અનુસાર અને ઓબીસી અનામત સાથે મ્યુનિસિપલ, મ્યુનિસિપલ કાઉન્સિલ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ યોજવા માટે લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નવી વોર્ડ રચનાને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે.

તેથી, રાજ્યમાં ચૂંટણીનું રણશિંગું ટૂંક સમયમાં વાગશે એવી સંભાવનાઓ વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ ચુકાદાના બે અર્થઘટન થાય છે. જ્યારે, સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે એવી માહિતી આપી હતી કે ઝેડપી અને પંચાયત સમિતિની ચૂંટણીઓ પહેલા યોજાશે.

આપણ વાંચો: ઓબીસી વસ્તી ગણતરીની માગણીનો વિરોધ નથી, મરાઠા સમાજને ટકાઉ આરક્ષણ આપીશું: ફડણવીસ

ફડણવીસે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સોમાવરે કહ્યું હતું કે, ઓબીસી અનામત અંગેના આ ચુકાદાના બે અર્થ છે. અગાઉના નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે જૂની ઓબીસી અનામત મુજબ ચૂંટણીઓ યોજવી જોઈએ અને હવે તે જ દિશાને પુષ્ટિ આપવામાં આવી છે. તેથી, આ ચૂંટણીમાં ઓબીસી અનામત સંપૂર્ણપણે લાગુ રહેશે.

દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણીઓ 2022ની અનામત મુજબ નહીં, 2017ની અનામત મુજબ યોજાશે. તેથી, રાજ્ય સરકારની બંને માંગણીઓ સ્વીકારવામાં આવી છે. મુખ્યપ્રધાને એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ ચૂંટણીઓ ઓબીસી અનામત સાથે યોજવા માટે મંજૂરી આપી દીધી છે.

આપણ વાંચો: કોંગ્રેસે કરી એસસી, એસટી, ઓબીસીને ખાનગી કોલેજોમાં અનામતની માંગ; 20 વર્ષ પહેલા કરી હતી પીછેહઠ…

પહેલા જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓ

રાજ્યમાં નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની વોર્ડ રચનાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને એવી જાણકારી મળી છે કે રાજ્ય સરકાર છ તારીખે આ ચૂંટણી પંચને રજૂ કરશે, એમ જણાવતાં સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે ઉમેર્યું હતું કે એવી અપેક્ષા છે કે પહેલાં જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ, પછી નગરપાલિકાઓ અને પછી મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ યોજાશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ સંજય શિરસાટે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

લાતુર જિલ્લાના ઔસાની અરજી

આગામી ચૂંટણી સંદર્ભે, રાજ્ય સરકારે 10 જૂન, 2025ના રોજ એક નવી વોર્ડ રચના જારી કરી હતી. લાતુર જિલ્લાની ઔસા નગરપાલિકાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને નવી વોર્ડ રચના પૂર્ણ કરવામાં 110 દિવસનો સમય લાગશે અને કોર્ટે છઠી મે, 2025ના રોજ ચાર મહિનાની અંદર ચૂંટણીઓ યોજવાનો આદેશ આપ્યો હોવાથી અને નગરપાલિકા પાસે જૂની વોર્ડ રચના તૈયાર છે, તેથી તે જૂની વોર્ડ રચના મુજબ ચૂંટણીઓ યોજવી જોઈએ.

કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને આ અરજી ઔસા મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ મેયર અફસર શેખ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

આ પહેલાં કોર્ટે શું કહ્યું હતું?

બે મહિના પહેલા સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામત અંગે રાજ્ય સરકારને કેટલાક નિર્દેશો આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અંગેનું જાહેરનામું ચાર અઠવાડિયામાં બહાર પાડવું જોઈએ અને ચાર મહિનાની અંદર ચૂંટણીઓ યોજવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એવો નિર્દેશ આપ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ 1994થી 2022 સુધીની ઓબીસી અનામતની સ્થિતિ અનુસાર યોજવી જોઈએ.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે આપેલી મુદતમાં કાર્યવાહી કરવી જોઈએ. વર્ષ 2022માં તૈયાર કરવામાં આવેલા વોર્ડના માળખાને રદ કરવામાં આવ્યું હતું. તેથી, ચૂંટણીઓ 2017ના પુનર્ગઠન મુજબ યોજાશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button