આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

જાણો છો! મહારાષ્ટ્રમાં 100 વર્ષથી વધુ વયના કેટલા મતદારો છે?

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં કુલ 288 સીટો માટે મતદાન થશે. આ માટે કુલ 7994 ઉમેદવારોના નામાંકન માન્ય હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન ચૂંટણી પંચે ઘણી જ રસપ્રદ માહિતી શેર કરી છે ચૂંટણી પંચના ડેટા અનુસાર રાજ્યમાં મતદાન કરવા માટે પાત્ર 9.7 કરોડથી વધુ મતદારોની માંથી 100 વર્ષ અને તેથી વધુ વયના મતદારોની સંખ્યા 47,392 છે
રાજ્યના ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં 18-19 વર્ષની વય જૂથના મતદારોની કુલ સંખ્યા 22,22,704 છે. રાજ્યમાં 100 વર્ષ કે તેથી વધુ વયના 47,392 મતદારો છે.

રાજ્યમાં સૌથી વૃદ્ધ મતદાતાની ઉંમર 109 વર્ષ છે. ચૂંટણી પંચની વિગતો અનુસાર, રાજ્યમાં કુલ 9,70,25,119 રજિસ્ટર્ડ મતદારો છે, જેમાં 5,00,22,739 પુરૂષો, 4,69,96,279 મહિલાઓ અને 6,101 તૃતીય લિંગના મતદારોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા 22 ઓક્ટોબરથી શરૂ થઈ હતી જે 29 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ હતી. 30 ઓક્ટોબરે નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર છે.

Also Read – Maharashtra Election 2024 :યોગી આદિત્યનાથને મળી મોટી જવાબદારી, આટલી રેલીઓ સંબોધશે

મહારાષ્ટ્રમાં સત્તા માટે મુખ્ય હરિફાઇ શાસક પક્ષ મહાયુતિ અને એમવીએ (મહા વિકાસ અઘાડી) વચ્ચે છે. શાસક પક્ષ મહાયુતિમાં ભાજપ, શિંદે સેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. એમવીએમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવારની એનસીપીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક નાના નાના પક્ષ અને અપક્ષ ઉમેદવારો પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button