NTPC ગ્રીન એનર્જીના IPO આ તારીખે ખૂલી શકે છે, ગ્રે માર્કેટમાં તેજી

Mumbai: NTPC લિમિટેડની પેટાકંપની NTPC ગ્રીન એનર્જીના IPO બાબતે રોકાણકારો ઉત્સાહિત છે. જો કે મળતી માહિતી મુજબ તેનો આઇપીઓ 18 નવેમ્બરે ખુલી શકે છે. આ તારીખ કંપની દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવાની બાકી છે. NTPC ગ્રીન એનર્જી સોમવાર 11 નવેમ્બરે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરશે. આ ઉપરાંત જે રોકાણકારો પાસે શુક્રવારે NTPCના શેર હશે તેમને શેર હોલ્ડરનો ક્વોટા મળી શકે છે.
IPO માટે સેબીને અરજી કરી હતી
રિપોર્ટ અનુસાર, આ સિવાય NTPC ગ્રીન એનર્જી આઇપીઓમાં કર્મચારીઓ માટે પ્રાઈસ ડિસ્કાઉન્ટ હોઈ શકે છે. તેમજ તેમના માટે અલગ ક્વોટા પણ બનાવી શકાય છે. સેબીએ NTPC ગ્રીન એનર્જીના રૂપિયા 10,000 કરોડના આઇપીઓને મંજૂરી મળી છે. કંપનીએ 18 સપ્ટેમ્બર 2024ના રોજ IPO માટે સેબીને અરજી કરી હતી.
જીએમપી શું છે?
ઈન્વેસ્ટર્સ ગેઈન રિપોર્ટ અનુસાર, NTPC ગ્રીન એનર્જી આઈપીઓ આજે રૂપિયા 25ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે પણ આઈપીઓ રૂપિયા 25ની જીએમપી પર જ ટ્રેડ થઈ રહ્યો હતો.
Also Read – IPO Market : આ સપ્તાહે આ ત્રણ કંપનીના આઇપીઓ, જાણો તેની તમામ વિગતો
નિષ્ણાતોનું એનટીપીસીના શેરમાં તેજીનું અનુમાન
મીડીયા રિપોર્ટ અનુસાર, કંપનીની ઓપરેશનલ ક્ષમતા 3.2 ગીગાવોટ છે. કંપનીના 12 GW ક્ષમતાના રિન્યુએબલ પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યારે 11 ગીગાવોટ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. કંપની તેના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની ક્ષમતા વધારવા તેમજ કોર્પોરેટ અને PSUsની રિન્યુએબલ એનર્જી જરૂરિયાતો માટે સંબંધો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એનટીપીસીએ નાણાકીય વર્ષ 2032 સુધીમાં 60 ગીગાવોટનું લક્ષ્ય નક્કી કર્યું છે.