આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઓબીસી વસ્તી ગણતરીની માગણીનો વિરોધ નથી, મરાઠા સમાજને ટકાઉ આરક્ષણ આપીશું: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઓબીસીની વસ્તી ગણતરીની માગણીનો અમે વિરોધ કરતા નથી. આ બાબતનું વલણ અમે આ પહેલાં જ સ્પષ્ટ કર્યું છે. મરાઠા આરક્ષણ બાબતે ટકાઉ આરક્ષણ આપવાનું વલણ પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપનાવ્યું છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું.

નાગપુર એરપોર્ટ પર પત્રકારો દ્વારા કરવામાં આવેલા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું ઓબીસીની વસ્તીગણતરીની માગણીને અમારો વિરોધ નથી. આ વલણ અમે પહેલાં જ સ્પષ્ટ કર્યું છે. ફક્ત એની પદ્ધતિ કેવી હોવી જોઈએ તે નક્કી કરવું પડશે. બિહારમાં જાતી આધારિત વસ્તી ગણતરી બાદ જે સ્થિતિ નિર્માણ થઈ છે તે આપણે ત્યાં ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. આથી યોગ્ય નિર્ણય લેવા માટે સરકારને સમય લાગશે. પહેલાં માગાસવર્ગી આયોગમાં ખાલી પડેલી જગ્યાને ભરવામાં આવશે.

મરાઠા આરક્ષણના મુદ્દે તેમણે કહ્યું હતું કે આની પહેલાં પણ અમે જ મરાઠા સમાજને આરક્ષણ આપ્યું હતું. મુંબઈ હાઈ કોર્ટે આ આરક્ષણને માન્યતા આપી હતી. તામિલનાડુ બાદ હાઈ કોર્ટમાં ટકેલું આ એકમાત્ર આરક્ષણ હતું. અમારા સમયગાળામાં સુપ્રીમ કોર્ટે તેના પર સ્થગિતિ આપી નહોતી. ત્યાર બાદના સમયગાળામાં શું થયું તે રાજકારણ પર ચર્ચા કરવાનો આ સમય નથી. મુખ્ય પ્રધાને મરાઠા આરક્ષણ બાબતે નક્કર વલણ અપનાવ્યું છે. અમે તે વલણની સાથે છીએ. આરક્ષણ ટકશે નહીં તો સરકારની ટીકા થશે. આથી ઉતાવળે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો