આમચી મુંબઈમહારાષ્ટ્ર

અભિનેત્રી સ્વરા ભાસ્કર નહીં તો પતિ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઝંપલાવી શકે….

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ જમણેરી વિચારધારા વિરુદ્ધ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે.

ફહાદ અહેમદ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટી (સપા) યુવાજન સભાના પ્રદેશાધ્યક્ષ પણ છે અને તે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. હાલમાં જ ગાંધી જયંતિના અવસરે અહેમદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલા ટ્વિટર) પર લખ્યું હતું કે મહાત્મા ગાંધી ફક્ત એક વ્યક્તિ નહોતા. તે એક વિચાર છે, એક વિશ્વાસ છે કે સત્યથી મોટી કોઇ હકીકત નથી હોતી. સત્યતા માટે ઊભા થવાનું સાહસ અને સત્ય માટે લડવા માટે નિડરતા જોઇએ. નિડરતા અને સત્ય માટેની સૌથી નૈતિક શક્તિ અહિંસા છે.


ઉલ્લેખનીય છે કે ફહાદ અહેમદ સપા (સમાજવાદી પાર્ટી)ના નેતા છે અને બોલીવુડ અભિનેત્રી તેમ જ સીએએ (સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ) વિરુદ્ધ થયેલા દેખાવોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વલણ રાખવા બદલ જાણીતી બનેલી સ્વરા ભાસ્કરના પતિ પણ છે.

ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા મુંબઈમાં ગાંધી જયંતિ દરમિયાન યોજવામાં આવેલી રેલીમાં ભાગ લીધા બાદ અહેમદે ઉક્ત ટ્વિટ કર્યું હતું, જ્યાર પછી તે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત