ઉત્તર-મુંબઈ ભાજપના ઉમેદવારે યુસીસી અંગે કહી મોટી વાત, અમારી સરકાર આવી તો…

મુંબઈ: મહાયુતિમાં ભાજપના ઉત્તર-મુંબઈના ઉમેદવાર તેમ જ કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ મુંબઈ આવ્યા હતા અને એ દરમિયાન તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગે વાત કરી હતી. મુંબઈ ભાજપના કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે જો આ ભાજપ સતત ત્રીજી વખત દેશમાં સત્તામાં આવી તો જરૂર યુસીસી લાગુ કરવામાં આવશે.
આ ઉપરાંત ગોયલે ભાજપના ચૂંટણી ઢંઢેરા ઉપર વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ટીકા ફગાવતા કહ્યું હતું કે તેમની ટીકા તેમણે સ્વીકારેલી હારનું પ્રતિક છે. યુસીસી એટલે કે દેશના બધા જ નાગરિકો માટે એકસરખા કાયદા પછીથી કોઇપણ ધર્મના હોય. પર્સનલ લૉ (અંગત કાયદા), વારસાગત મિલકત મેળવવા અંગેના કાયદા, દત્તક લેવાના કાયદા વગેરે કાયદાઓને યુસીસી અંતર્ગત આવરી લેવામાં આવશે.
તેમણ યુસીસી લાગુ કરવા અંગે કહ્યું હતું કે ભાજપ દેશમાં યુસીસી અમલમાં લાવવા માટે તત્પર છે અને અમે લાગુ કરીશું જ. ઉત્તરાખંડ સરકારે પહેલા જ યુસીસીને અમલમાં લાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનો લોકસભાની ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેનું લક્ષ્ય ‘વિકસિત ભારત’ પર કેન્દ્રિત હતું અને ભારતના આગામી 1000 વર્ષના ભવિષ્યનો વિચાર કરીને તૈયાર કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું