આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેન યોજનાની અરજીઓની પુન: ચકાસણી કરવાનો નિર્ણય નહીં: અદિતી તટકરે…

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અદિતિ તટકરેએ મુખ્ય ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ હેઠળ લાભાર્થી મહિલાઓની અરજીઓની ફેરતપાસ કરવાની મહાયુતિ સરકારના વિચાર અંગેના કથિત અહેવાલોને રદિયો આપ્યો છે.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્ર્વાસનો મત જીત્યો

માસિક રોકડ ટ્રાન્સફરની યોજનાએ ગયા મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીતમાં મોટો ફાળો આપ્યો છે.

તટકરે અગાઉની એકનાથ શિંદે સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાન હતા અને યોજનાના રોલઆઉટની દેખરેખ તેમણે જ રાખી હતી.

નવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અયોગ્ય લાભાર્થીઓની તપાસ કરવાના સરકારના ઇરાદાની જાહેરાત કર્યાના એક દિવસ પછી અરજીઓની ફેરતપાસ બાબતે તેમની આ ટિપ્પણી આવી છે.

આ પણ વાંચો : રાહુલ નાર્વેકર ફરી એક વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર

‘આ યોજના હેઠળ લાભાર્થીઓની અરજીઓની પુન: ચકાસણી કરવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. લગભગ 2.34 કરોડ મહિલાઓ હાલમાં લાભ મેળવી રહી છે અને લાભોનું વિતરણ કરવામાં આવે તે પહેલાં તમામ અરજીઓની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી. અન્યથા સૂચવતા કોઈપણ સમાચાર ખોટા છે,’ એમ તટકરેએ એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.

લાડકી બહેન યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને દર મહિને રૂ. 1,500 મળે છે, જેને મહાયુતિના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન વધારીને રૂ. 2,100 કરવાનું વચન આપ્યું હતું.

તટકરેએ કેટલીક મહિલાઓ આ યોજના હેઠળ ખોટી રીતે ભંડોળ મેળવી રહી હોવા અંગેની ફરિયાદો સ્વીકારી હતી.
‘ફરિયાદોની તપાસ કરવી અને નિર્ણય લેવો તે ડબ્લ્યુસીડી વિભાગનો વિશેષાધિકાર હશે. જે પણ ફરિયાદો પ્રાપ્ત થઈ છે તે વિભાગ સાંભળશે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અરજીઓની ફરીથી સમીક્ષા કરવા અથવા તેની ચકાસણી કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી,’ એમ એનસીપીના વિધાનસભ્યે જણાવ્યું હતું.

ફડણવીસે કહ્યું હતું કે યોજનાના કેટલાક લાભાર્થીઓ પરિમાણોનું પાલન કરતા નથી તેવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, અરજીઓની ચકાસણી જરૂરી છે.

આ પણ વાંચો : જયંત પાટીલના અજિત દાદાને આપેલા જવાબ બાદ રાજકીય બજાર ગરમઃ જાણો બન્ને વચ્ચેનો સૂચક સંવાદ

‘તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવશે નહીં. તપાસ પીએમ કિસાન યોજનાની તર્જ પર કરવામાં આવશે, જ્યાં અયોગ્ય લાભાર્થીઓએ સ્વેચ્છાએ તેમનો લાભ છોડી દીધો હતો,’ એમ તેમણે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button