આમચી મુંબઈમહારાષ્ટ્ર

મધ્ય રેલવેના પ્રવાસીઓને રાહતનો અણસાર નહીં, જાણો કારણ?

મુંબઈઃ મધ્ય રેલવેના વ્યસ્ત સ્ટેસન સીએસએમટીમાં ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા પછી ટ્રેનસેવા હજુ નિયમિત થઈ નથી. માટુંગા રેલવે સ્ટેશન પર રેલ ફ્રેકચરને કારણે આજે લોકલ ટ્રેનસેવાને ગ્રહણ લાગ્યું હતું. નોન-પીક અવર્સમાં સીએસએમટી-કુર્લા સેક્શનમાં ટ્રેનસેવાને અસર થઈ હતી, પરિણામે પ્રવાસીઓને લોકલ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.

માટુંગા રેલવે સ્ટેશને બપોરના 1.05 વાગ્યાના સુમારે રેલ ફ્રેકચર થયું હતું, પરિણામે લોકલ ટ્રેનસેવા પર બ્રેક મૂકાઈ હતી. માટુંગામાં એન્ડ (કલ્યાણ દિશા)માં પ્લેટફોર્મ નંબર એક નજીક રેલ ફ્રેકચર થયું હતું.

રેલ ફ્રેકચરને કારણે લોકલ ટ્રેનોને ભાયખલા અને માટુંગા વચ્ચે ફાસ્ટ રેલવે ટ્રેક પર ડાઈવર્ટ કરવામાં આવી હતી. બપોરના 1.39 વાગ્યાના સુમારે ટ્રેક સેફ હોવાનું જાહેર કરવામાં આવ્યા પછી સમગ્ર કોરિડોરમાં ટ્રેનસેવા રાબેતા મુજબ દોડાવવાનું શરુ કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન પર શરુ કરાઈ મોટી સુવિધા, જાણો શું છે?

શુક્રવારે બપોરના પોણા બે વાગ્યે ટ્રેનસેવા ભારે વરસાદ વચ્ચે પણ લોકલ ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયું છે, ત્યારે ટ્રેક ફ્રેકચરને કારણે ટ્રેનો બપોરના અડધો કલાકથી વધુ મોડી દોડતી રહી હતી, પરંતુ એના સિવાય લોકલ ટ્રેનો મોડી રાત સુધી મોડી દોડતી રહી હતી, એમ કલ્યાણના રહેવાસી એક પ્રવાસીએ જણાવ્યું હતું.

જોકે, મધ્ય રેલવેમાં પહેલી જૂનથી સીએસએમટીમાં ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા પછી લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ રેગ્યુલર થયું નથી. રોજની સેંકડો ટ્રેનો કેન્સલ કરવામાં આવે છે, પરંતુ એની કોઈ રેલવે સત્તાવાર જાહેરાત કરતું નથી.

પીક અવર્સ પછી મોડી રાત સુધી ટ્રેનો રેગ્યુલર દોડતી નથી, પરંતુ આ મુદ્દે રેલવે આંખ આડા કાન કરી રહ્યું છે, એમ ડોંબિવલીના રહેવાસી સુનીલ કદમે જણાવ્યું હતું. મધ્ય રેલવેમાં રોજના 40 લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, પરંતુ કોરોના મહામારી પછી ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા સરેરાશ ઓછી થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button