આમચી મુંબઈ

હવે પૈસાના અભાવે કેદીઓની જામીન નહીં અટકે: આર્થિક મદદ માટે પ્રયાસ

મુંબઇ: જામીન માટે પૈસા ન હોવાથી અનેક કેદીઓ વર્ષોથી જેલમાં જ છે. રાજ્યની જેલમાં 4 હજાર 725 પાકા કામના પુરુષ કેદી છે. અને 30 હજાર 125 કાચા કામના કેદીઓ છે. આ કેદીઓની મદદ માટે ગૃહવિભાગ દ્વારા અધિકાર પ્રાપ્ત સમિતીની રચના કરી છે. સમિતીના માધ્યમથી કેદીઓને આર્થિક મદદ પૂરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કર્મચારીઓ અને અધિકારીઓની ઉણપને કારણે કેદીઓની સુરક્ષાનો મુદ્દો મહત્વનો બની ગયો છે. ત્યારે કેદીઓ તેમના પિરવાર સાથે વાત કરી શકે તે માટે જેલમાં જ વિડીયો કોન્ફરન્સીગ (વીસી)ની સુવિધા ઊભી કરવામાં આવી છે. જોકે કેદીઓની સરખામણીમાં સાધનો ઓછા હોવાને કારણે તેની અસર તેમના પિરવાર સાથે સાથે કેદીઓના કેસની સુનવણી પર પણ થઇ રહી છે. બીજી બાજુ જામીન માટે પૈસા ન હોવાથી ઘણાં કેદીઓ જેલમાં જ બંધ છે.
અનેક વર્ષોથી જામીનના અભાવે જેલમાં જ જીવન વિતાવનારા કેદીઓની મદદ માટે અધિકાર પ્રાપ્ત સિમિતીની સ્થાપના કરવામાં આવી છે.આ સિમિતી દરેક કેસની ચકાસણી કરી જે કેદીને જામીન મળી શકે એમ હોય તેને આર્થિક સુવિધા પ્રાપ્ત કરાવશે. આ માટે સમિતી એક નોડલ અધિકારીની નિમણૂંક કરશે. અને જેને જરુર હોય તેવા કેદીને સામાજીક સંસ્થાની મદદથી આર્થિક સહકાર આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button