આમચી મુંબઈ

નવી મુંબઈ એપીએમસી માર્કેટ નજીકથી રૂ.૧૬ લાખ વિજિલન્સ ટીમે જપ્ત કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી દરમ્યાન મતદારોને મત આપવા માટે જુદી જુદી રીતે લલચાવવામાં આવતા હોય છે. સામાન્ય રીતે મતદારોને પૈસા આપીને મત ખરીદવાનું મોટા પ્રમાણમાં ચાલતું હોય છે. તેથી તેના પર નજર રાખવા માટે ટીમ બનાવવામાં આવતી હોય છે.

નવી મુંબઈ મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરીના યોજાઈ રહેલી ચૂંટણી દરમ્યાન આવી પ્રવૃત્તિ પર નજર રાખવા માટે ખાસ બનાવવામાં આવેલી ટીમ દ્વારા નવી મુંબઈની એપીએમસી માર્કેટ નજીકથી ૧૬ લાખથી પણ વધુ રકમ પકડી પાડવામાં આવી હતી.

રાજ્યના ચૂંટણી પંચના આદેશ મુજબ નવી મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના પ્રવેશ તેમ જ જુદા જુદા નવ ઠેકાણે દિવસની ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક માટે ૨૭ સ્ટેટીક સર્વેઈલન્સ ટીમ (એસએસટી)ની સ્થાપના કરી છે. ટીમ દ્વારા એપીએમસી માર્કેટ નજીકથી ૧૬ લાખ ૧૬ હજાર રૂપિયાની રોકડ પકડી પાડવામાં આવી હતી.

નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર કૈલાશ શિંદેના નિર્દેશ અનુસાર નવ જાન્યુઆરીના બપોરના ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન એપીએમસી માર્કેટ નજીક ચેક પોસ્ટ પાસે આચાર સંહિતા કક્ષના નોડલ ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમોલ પાલવે અને તેમની ટીમ દ્વારા ૧૬,૧૬,૦૦૦ રૂપિયાની રોકડ રકમ પકડી પાડવામાં આવી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button