મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને મોટો ઝટકો: પત્ની સાથે ભાજપમાં સામેલ થયા આ નેતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. પત્નીની સાથે ભાજપમાં કૉંગ્રેસના એક મોટા નેતા જોડાઈ ગયા છે, તેનું નામ અમે આપવા જઈ રહ્યા છીએ.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા નીતિન કોડવતે અને તેમની પત્ની ચંદા કોડવતેએ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા.
#WATCH | Mumbai: Former Maharashtra Congress leader Nitin Kodwate and his wife Chanda Kodwate joined the BJP in the presence of Maharashtra BJP President Chandrashekhar Bawankule https://t.co/Jz6h4dCLv8 pic.twitter.com/7vHEbFb4mv
— ANI (@ANI) March 22, 2024
મહારાષ્ટ્રના ગઢચિરોીલી જિલ્લાના કૉંગ્રેસના નેતા ડૉ. નીતિન કોડવતે અને તેમના પત્ની ચંદા કોડવતેએ શુક્રવારે સવારે જ પાર્ટી છોડી હતી. નક્સલવાદ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં કોડવતેનું નામ ઘણું મોટું છે. તેમણે 2019માં કૉંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. ભાજપની કચેરીમાં બાવનકુળેએ બંનેનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.