Nitin Gadkari Reacts to Kangana's Emergency
આમચી મુંબઈ

કંગનાની “ઇમરજન્સી” ફિલ્મ સૌથી પહેલી નીતિન ગડકરીએ જોઈને આપી કંઇક અલગ પ્રતિક્રિયા…

નાગપુરઃ બહુ લાંબો સમય પ્રતિક્ષા કરાવ્યા બાદ હવે 17 જાન્યુઆરીએ અભિનેત્રી કમ સાંસદ કંગના રનૌત દ્વારા લિખીત, નિર્મીત અને દિગ્દર્શિત ફિલ્મ ઇમરજન્સી સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. કંગના તેની આ ફિલ્મ માટે ઘણી જ ઉત્સાહિત છે. ફિલ્મની રિલીઝ પહેલા તેણે નાગપુર ખાતે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું, જેમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Salman Khanની ગર્લફ્રેન્ડ બનશે કુંવારી મા? જાણી લો શું છે વાઈરલ સમાચારની વાસ્તવિક્તા…

કંગના બેજ રંગની સાડીમાં સાદા અને સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તે ઘણી શાનદાર લાગી રહી હતી તો અનુપમ ખેર સર બલ્યુ કલરના સૂટમાં જોવા મળ્યા હતા. ફિલ્મ પૂરી થયા બાદ ત્રણે મહાનુભાવોએ મીડિયા સાથે વાત કરી હતી અને પોતાના અભિપ્રાય પણ શેર કર્યા હતા.

નીતિન ગડકરીએ આ ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. તેમણે ફિલ્મની પ્રશંસા પણ કરી છે. તેમણે લખ્યું હતું કે, આજે મેં નાગપુર ખાતે કંગના રનૌત અને અનુપમ ખેરજીના અભિનયવાળી ફિલ્મ ઇમરજન્સીના સ્પેશિયલ સ્ક્રિનીંગમાં હાજરી આપી હતી. દેશનો કાળો અધ્યાય દર્શાવતી આ ફિલ્મને આટલી પ્રમાણિકતા અને ઉત્કૃષ્ટાપૂર્વક દર્શાવવા બદલ હું ફિલ્મ નિર્માતા અને દરેક કલાકારોનો આભાર માનું છું. હું દરેકને આ ફિલ્મ જોવાની વિનંતી કરું છું.

ભારતના ઇતિહાસના સૌથી મહત્વના સમયગાળાની આ ફિલ્મ છે જે દરેકે જોવી જ જોઇએ.

પોતાની પ્રશંસાના જવાબમાં કંગનાએ સોશિયલ મીડિયા પર ગડકરીનો આભાર માનતા લખ્યું હતું કે, ‘તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર.’

નોંધનીય છે કે આ ફિલ્મમાં કંગનાએ પોતાને એક અભિનેત્રી કરતા એક દિગ્દર્શક તરીકે સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ તેની માટે ઘણી પડકારરૂપ હતી અને આ ફિલ્મ રિલીઝ કરવાનું તેનું સપનું હતું.

આ પણ વાંચો : TMKOCના ગુરુચરણના શો છોડવા પર Asit Modiએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી દેશનો સોથી વિવાદાસ્પદ સમયગાળો દર્શાવે છે જ્યારે દેશમાં લોકશાહી સ્થગિત કરવામાં આવી હતી અને લોકનેતાઓને જેલમાં નાખવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનો લીડ રોલ કંગનાએ નિભાવ્યો છે જ્યારે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણના રોલમાં જોવા મળે છે. કંગનાની આ ફિલ્મ સર્ટિફિકેશન માટે વિવાદોમાં ફસાઇ ગઇ હતી. ઘણી કાપકૂપ બાદ હવે આ ફિલ્મ 17 જાન્યુારીના રોજ રિલીઝ થઇ રહી છે. કંગનાના ચાહકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

Back to top button