Mukesh Ambaniની આ આદતથી આજે પણ ગભરાય છે Nita Ambani, સતત રાખે છે વોચ…

દુનિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણીની ગણતરી થાય છે અને લોકો પણ તેમની લાઈફસ્ટાઈલ વિશે જાણવા એકદમ ઉત્સુક હોય છે. આજે અમે તમને અહીં મુકેશ અંબાણીની એક આવી આદત વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને આજે પણ નીતા અંબાણીને મુકેશ અંબાણીની એક આદતથી ખૂબ જ ડર લાગે છે. એટલું જ નહીં નીતા અંબાણી સતત તેમના પર વોચ રાખે છે… હવે અંબાણીના મુંબઈ ખાતે આવેલા એન્ટાલિયા હાઉસમાં 600થી વધુ સર્વન્ટ્સ અને એમાંથી રસોઈ બનાવવા માટે પણ મોટી સંખ્યામાં સર્વન્ટ્સ છે. હવે તમને થશે કે અહીં તો મુકેશ અંબાણીની કોઈ આદત વિશે વાત થવાની હતી, પણ તો પછી હવે એન્ટાલિયા ખાતે કેટલા નોકર છે અને કોણ રસોઈ બનાવે છે એની વાત ક્યાંથી શરૂ થઈ ગઈ.
ભાઈસા’બ અહીંયા મુકેશ અંબાણીની ખાવાની હેબિટ વિશે જ વાત કરવા જઈ રહ્યા છે. ઘરે કૂકિંગ માટે આટલી મોટી સંખ્યામાં સ્ટાફ હોવા છતાં પણ મુકેશ અંબાણી એકદમ સાદું ખાવાનું પસંદ કરે છે અને મુકેશ અંબાણીની ખાવાની હેબિટને કારણે નીતા અંબાણી ડરે છે અને તે સતત મુકેશ અંબાણી પર વોચ પણ રાખે છે. જી હા, મળી રહેલી માહિતી પ્રમાણે સ્ટ્રીટ ફૂડ એ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની વીકનેસ છે અને તેમને સેવ પૂરી અને ચાટ ખૂબ જ પસંદ કરે છે. મુકેશ અંબાણી મોકો મળતાં જ પોતાની આ મનપસંદ ડિશ ખાવા ઉપડી જાય છે. મુકેશ અંબાણીની આ જ આદતથી જ નીતા અંબાણી ડરે છે અને સ્ટ્રીટ ફૂડ ખાઈને મુકેશ અંબાણીની તબિયત ના બગડે એ માટે સતત તેમના પર નજર રાખે છે.